સસ્પેન્ડ સાંસદોના ધરણાં ખતમ, કૃષિ સાથે જોડાયેલું ત્રીજુ બિલ પણ રાજ્યસભામાં થયું પાસ

 વિપક્ષે રાજ્યસભામાંથી વૉકઆઉટ કર્યું, ગૃહની કાર્યવાહીનો કર્યો બહિષ્કાર

રાજ્યસભાના તમામ આઠ સસ્પેન્ડ સાંસદોએ પોતાના ધરણા પ્રદર્શનને ખતમ કરી દીધા છે. તેની સાથે જ કોંગ્રેસે આખા મોનસૂન સત્રનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી. કોંગ્રેસના રાજ્યસભા સભ્યોએ રાજ્યસભાનું વૉકઆઉટ કર્યું છે. કોંગ્રેસ સિવાય સમાજવાદી પાર્ટીએ પણ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો છે. તો બીજી તરફ વિપક્ષોના વિરોધ વચેચ કૃષિ સાથે જોડાયેલું ત્રીજુ બિલ આવશ્યક વસ્તુ વિધેયક, 2020 પણ રાજ્ય સભામાં પાસ થઈ ગયું છે. ત્યારે બીજી તરફ વિપક્ષ સદનની કાર્યવાહીનો બહિષ્કાર કરી રહ્યો છે. આ પહેલા કૃષિ સાથે સલંગ્ન બે બિલ રાજ્યસભામાં પાસ થયા છે.

20 સપ્ટેમ્બરના રોજ ખેડૂતો સાથે જોડાયેલા બિલને પાસ કરવા દરમ્યાન આ સાંસદોએ હોબાળો કર્યો. ત્યારબાદ સોમવારના રોજ સભાપતિ વેંકૈયા નાયડુએ આઠ સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ તમામ સાંસદ સંસદ પરિસરમાં જ ધરણા પર બેસી ગયા હતા.

સભાપતિ વેંકૈયા નાયડુએ તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન, કોંગ્રેસના રાજીવ સાતવ, રિપન બોરા, નાસિક હુસૈન, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કે.કે.રાગેશ અને માકપાના ઇ.રકીમને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેના વિરોધમાં તમામ સાંસદ ગાંધી પ્રતિમાની પાસે ધરણા પર હતા અને આખી રાત સંસદ પરિસરમાં પસાર કરી.

આજે સવારે જેવી રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું કે જ્યાં સુધી આમારા સાંસદોનું સસ્પેન્શન પાછું લેવાશે નહીં અને ખેડૂતોના બિલો સંબંધિત અમારી માંગણી પૂરી કરાશે નહીં ત્યાં સુધી વિપક્ષ સત્રમાંથી બોયકૉટ કરશે.

વિપક્ષી પાર્ટીઓએ 8 સભ્યોનું સસ્પેન્સન રદ કરવાની માંગ કરતાં કાર્યવાહીનો બહિષ્કાર કર્યો છે. જ્યારે સભાપતિ એમ. વેંકૈયા નાયડૂએ વિપક્ષી પાર્ટીઓના સભ્યોને ગૃહની કાર્યવાહી બહિષ્કાર કરવાના પોતાના નિર્ણય પર ફરી વિચારવા માટે કહ્યું અને ચર્ચમાં ભાગ લેવાની અપીલ કરી. નાયડૂએ ગૃહમાં કહ્યું કે, હું તમામ સભ્યોને અપીલ કરું છું કે તેઓ બહિષ્કારથી પોતાના નિર્ણય પર ફરી વિચાર કરે અને ચર્ચામાં ભાગ લે.

 64 ,  1