September 26, 2020
September 26, 2020

Parliament session : મીનાક્ષી લેખી સહિત 24 સાંસદો બન્યા કોરોનાનો શિકાર

મૉનસૂન સત્રનાં પહેલાં થયો કોરોના ટેસ્ટ, 24 સાંસદ મળ્યા પોઝિટિવ

કોરોના મહામારી વચ્ચે સંસદ સંત્રની શરૂઆત થઇ ગઇ છે તો બીજી તરફ 24 સાંસદોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. સંસદ શરૂ થતા પહેલા કોરોનાની તપાસ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી થયેલી તપાસમાં ભાજપના સાસંદ મીનાક્ષી લેખી, અનંત કુમાર હેગડે અને પ્રવેશ સાહિબ સિંહ સહિત 24 સાંસદો કોરોના પોઝિટિવ થયા છે. પોઝિટિવ સાંસદોમાં સુખબીર સિંહ, પ્રતાપ રાવ જાધવ, જનાર્દન સિંહ, હનુમાન બેનીવાલ, સેલ્વમ જી, પ્રતાપ રાવ પાટિલ, રામશંકર કઠેરિયા, સત્યપાલ સિંહ સહિત અન્ય પણ સામેલ છે. 

સંસદનું ચોમાસુ સત્ર આ વખતે 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. 18 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ વખતે લોકસભા અને રાજ્યસભા બે પાળીમાં ચાલશે, દરરોજ સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાજ્યસભા સત્ર ચાલશે. તેના બાદ બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. વચ્ચેના બે કલાકમાં સંસદને સેનેટાઈઝ કરવામાં આવશે. કોવિડ-19ના કારણે સંસદ સત્રમાં ભાગ લેનારા તમામ સાંસદો અને રાજ્યસભા કર્મચારીઓને RT-PCR કોરોના ટેસ્ટ કરાવવું પડશે.

 227 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર