બાંદ્રામાં ઈમારતનો ભાગ ધરાશાઈ : 1 વ્યક્તિનું મોત ,5 લોકો ઘાયલ…

મુંબઈમાં એક ઈમારતનો એક ભાગ પડવાથી એક વ્યક્તિનું મોત થયું

દુર્ઘટનાઓ અવારનવાર બનતી જ રહે છે.જેનાથી સામાન્ય માણસનું જીવન વેરવિખેર થઇ જાય છે .આવામાં જીવન જીવવું ખરેખર ખુબ જ મુશ્કેલ બની જતું હોય છે .

મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બાંદ્રામાં એક ઈમારતનો એક ભાગ પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે, અને 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. આ વાતની જાણકારી કોંગ્રેસ ધારાસભ્ય જીશાન સીદ્દીકીએ આપી છે.હાલમાં ઈમારતના કાટમાળમાંથી લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. શંકા છે કે વધુ લોકો આ કાટમાળમાં દબાયેલા હોઈ શકે છે.

આ મામલે ,ધારાસભ્ય જીશાન સીદ્દીકીએ ટ્વિટ કર્યું છે કે, મુંબઈ નગર નિગમે ઘટના સ્થળે ત્રણ લોકોને મોકલવાનો આગ્રહ કર્યો છે. પરંતુ ,હજુ સુધી બે કર્મચારીઓ પહોંચ્યા છે. સ્થાનીય લોકોની મદદથી કામગીરી આગળ વધી રહી છે.

વધુમાં ,મુંબઈ નગર નિગમે જાણકારી આપી છે કે, બાંદ્રા પૂર્વ ખેરવાડી રોડ વિસ્તારમાં સવારે 1.45 મિનિટે ઘરની દિવાલ પડી હતી. તેમાં 17 લોકોને બચાવી લેવાયા. ઘટનામાં 5 લોકો ઘાયલ થવાની જાણકારી મળી છે. વધારે વિગતોમાં ,આ ઘટનામાં 28 વર્ષના રિયાઝ અહમદનું મૃત્યુ થયું છે. જ્યારે નુરુલ હક હૈદર અલી સૈયદને થોડી ઈજા થઈ છે પરંતુ તેની સ્થિતિ સ્થિર છે. હોસ્પિટલની સ્ટાફ નર્સે કહ્યું કે સલમાન અતીક ખાન, રાહુલ મોહન ખોત, રોહન મોહન ખોત અને લતા મોહન ખોત પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે.

હાલ તો પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી રહી છે .

 37 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર