આંશિક રાહત: પેટ્રોલ –ડીઝલના ભાવ આજે સ્થિર

અમદાવાદમાં પણ પેટ્રોલ સેન્ચુરી લગાવશે?

દેશમાં પેટ્રોલ – ડીઝલનાના સતત વધી રહેલા ભાવ સામે આજે સામાન્ય લોકો માટે થોડી રાહત છે. સરકારી તેલ કંપનીઓએ આજે ઈંધણના ભાવમાં વધારો કર્યો નથી. દેશની રાજધાની સહિતના તમામ મહાનગરોમાં પેટ્રોલના ભાવ સ્થિર છે તેમજ છેલ્લા ઘણા દિવસોથી ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. પાટનગર દિલ્હીમાં પેટ્રોલના 1 લિટરની કિંમત 99.86 રૂપિયા અને ડીઝલની કિંમત 89.36 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના અમદાવાદમાં શહેરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 96.49 જ્યારે ડીઝલનો ભાવ 96.03 છે. નોંધનીય છે કે, દેશના દરેક રાજ્યમાં પેટ્રોલ – ડીઝલ પરના વેટ દર અલગ-અલગ હોવાથી પેટ્રોલ – ડીઝલનો ભાવ વિવિધ છે.

4 મેથી ઇંધણના ભાવમાં સતત ઉછાળો આવે છે. ચાલુ વર્ષમાં 2021 માં પેટ્રોલના ભાવમાં અત્યાર સુધીમાં 15 ટકાનો વધારો થયો છે. આ વધારા સાથે દેશના 11 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે. આ 11 રાજ્યોની યાદીમાં રાજસ્થાન, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, તામિલનાડુ અને લદ્દાખ શામેલ છે. દેશભરમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના ગંગાનગરમાં ઉપલબ્ધ છે.

 49 ,  1