વાયુસેનાને મળ્યો AN-32નો કાટમાળ

ભારતીય વાયુસેનાનું એંટોનોવ એએન-૩૨ વિમાન આસામના જોરહાટથી ઉડ્‌યન કર્યા બાદ અચાનક ગુમ થઇ ગયું હતું. આ વિમાનમાં ૮ ક્રુ મેમ્બર ઉપરાંત પાંચ યાત્રીઓ પણ બેઠેલા હતા. આ વિમાનને અંતિમ વખત બપોરે ૧ વાગ્યે સંપર્ક થયો હતો. ત્યાર બાદથી તે ગુમ છે. જો કે ત્યાર બાદ એરફોર્સ દ્વારા ચલાવાયેલા સર્ચ ઓપરેશનમાં આ પ્લેનનો કાટમાળ જોરહાટ ખાતેથી મળી આવ્યો હતો. હાલ તો પ્લેનમાં રહેલ ૮ ક્રુ અને ૫ મુસાફરો સહિત તમામ ૧૩ લોકોનાં મોતની આશંકા સેવાઇ રહી છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર પ્લેનના કેટલાક ટુકડા જ્યાં મળી આવ્યા છે તે અરુણાચલ પ્રદેશમાં એએન-32ની ઉડાણવાળા સ્થળથી 15-20 કિમી ઉત્તરમાં છે. ભારતીય વાયુસેના હેલિકોપ્ટર દળ આ મિશનમાં સામેલ હતું.વાયુસેના તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યાં IAF Mi-17 હેલિકોપ્ટરની મદદથી એએન-૩૨નો કાટકાળ 16 કિમી ઉત્તરમાં લગભગ 12000 ફુટની ઊંચાઈ પર જોવા મળ્યો.વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ પીએસ અહલૂવાલિયાએ કહ્યું કે પહાડો અને જંગલથી ઘેરાયેલો વિસ્તાર હોવાના કારણે પ્લેનને શોધવામાં મુશ્કેલી થઈ જાય છે. આજ કારણે તેને શોધવામાં આઠ દિવસનો સમય લાગી ગયો.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર