યાત્રીગણ કૃપયા ધ્યાન દે… બંધ રહેશે રેલવેની ટિકિટ બુકિંગ સર્વિસ…

જાણો શું છે કારણ? અને ક્યાં સમયે રહેશે બંધ…

જો તમે ટ્રેનથી મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો અને ટિકિટ બુક કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે કારણ કે, રેલ્વે મંત્રાલયે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમને લગતી મહત્વની સૂચના જારી કરી છે.

મંત્રાલયે માહિતી આપી છે કે 14 નવેમ્બરની મધ્યરાત્રિથી 21 નવેમ્બરની મધ્યરાત્રિ સુધી ટિકિટ બુકિંગ અને રિઝર્વેશનને લગતી તમામ સેવાઓ એક સપ્તાહ માટે ખોરવાઈ જશે. નિવેદન અનુસાર, રેલ્વે દ્વારા આ પગલું પેસેન્જર સેવાઓને સામાન્ય બનાવવા અને તબક્કાવાર રીતે કોવિડ પહેલાના સ્તર પર પાછા ફરવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવ્યું છે. દક્ષિણ પશ્ચિમ રેલવેની અખબારી યાદી પ્રમાણે, આ સિસ્ટમ ડેટા અપગ્રેડ અને નવા ટ્રેન નંબર વગેરેને અપડેટ કરવા સક્ષમ કરવા માટે કરવામાં આવ્યું છે.

રેલ્વે મંત્રાલયે રવિવારે માહિતી આપી હતી કે મુસાફરોને લગતી સેવાઓને સામાન્ય બનાવવા માટે પેસેન્જર રિઝર્વેશન સર્વિસ આગામી 7 દિવસ સુધી રાત્રે 6 કલાક માટે બંધ રહેશે. રેલ્વે મંત્રાલયે કહ્યું કે આ 6 કલાક દરમિયાન 11:30 થી સવારે 5:30 સુધી કોઈ PRS સેવા (Passenger Reservation System) ઉપલબ્ધ રહેશે નહીં.

મંત્રાલયે જાણકારી આપી હતી કે મુસાફરોને ટિકિટ રિઝર્વેશન, કરંટ બુકિંગ, ટિકિટ કેન્સલેશન, ઇન્ક્વાયરી સર્વિસ વગેરે જેવી પેસેન્જર રિઝર્વેશન સેવા સંબંધિત કોઈપણ સેવા 6 કલાક સુધી મળશે નહીં અને આ પ્રભાવ એક અઠવાડિયા માટે એટલે કે 21 નવેમ્બર સુધી લાગુ રહેશે. જો કે, PRS સેવા સિવાય, અન્ય તમામ ઇન્ક્વાયરી સર્વિસ અવિરત ચાલુ રહેશે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી