જાપાન અને સિંગાપુરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ

જાણો ભારતના પાસપોર્ટનો વૈશ્વિક રેન્કિંગ…

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા દર વર્ષે વિશ્વના વિવિધ દેશોના પાસપોર્ટનુ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ પ્રમાણે જાપાનના પાસપોર્ટે સતત ત્રીજા વર્ષે ટોપ પોઝિશન મેળવી છે. આ લિસ્ટમાં ભારતનું સ્થાન પણ અગાઉ કરતા 6 ક્રમ પાછળ ગયુ છે. ભારતનો પાસપોર્ટ દુનિયાનો 90મા ક્રમે પહોંચ્યો છે. જે ગયા વર્ષે 84મા ક્રમે હતો. ભારતના પાડોશી દેશોના દેખાવ નિરાશાનજક રહ્યો છે.

ભારતના નાગરિકો હાલમાં 58 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે. ભારતની સાથે તજાકિસ્તાન, બુર્કિના ફાસોને આ લિસ્ટમાં 90મો ક્રમ મળ્યો છે. આ લિસ્ટમાં પાકિસ્તાન અને નેપાળના પાસપોર્ટને દુનિયાના સૌથી નબળા પાસપોર્ટના લિસ્ટમાં ગણવામાં આવ્યા છે. આ લિસ્ટમાં પાકિસ્તાન માત્ર સીરિયા, ઈરાક અને અફઘાનિસ્તાન કરતા જ વધારે સાવો દેખાવ કરી શકયુ છે.

પાવરફુલ પાસપોર્ટના લિસ્ટ માટે જે તે દેશના પાસપોર્ટ પર નાગરિકો બીજા કેટલા દેશમાં વિઝા ફ્રી યાત્રા કરી શકે છે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવે છે. જાણી લો દુનિયાના સૌથી પાવરફુલ 10 પાસપોર્ટ

વિશ્વના સૌથી વધુ પાવરફુલ પાસપોર્ટ

જાપાન(190)

જર્મની અને સાઉથ કોરિયા(190)

ફિનલેન્ડ, ઈટાલી, લક્ઝમબર્ગ, સ્પેન(189)

ઓસ્ટ્રિયા અને ડેનમાર્ક(188)

ફ્રાંસ, આયરલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્વીગડન(187)

બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ(186)

ચેક રિપબ્લિક, ગ્રીસ, માલ્ટા, નોર્વે, યુકે, અમેરિકા(185)

ઓસ્ટ્રેલિયા, કેનેડા(184)

હંગેરી(183)

લિથુએનિયા, પોલેન્ડ, સ્લોવાકિયા(182)

સૌથી નબળા પાસપોર્ટ

ઈરાન લેબેનોન, શ્રીલંકા, સુદાન(41)

બાંગ્લાદેશ,કોસોવો, લિબિયા(40)

નોર્થ કોરિયા(39)

નેપાળ, પેલેસ્ટાઈન(37)

સોમાલિયા(34)

યમન(33)

પાકિસ્તાન(31)

સિરિયા(27)

ઈરાક(28)

અફઘાનિસ્તાન (26)

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી