આમતો સરકાર દ્વારા બાળકોને મજુરી કરતા રોકવા અને બાળકો ના વિકાસ  માટે અનેક પ્રયત્નો ચાલુ રહે છે ગરીબ પરીવાર હોય તો પણ એ તેના ભરણ પોષણ માટે મજુરી કરાવવીએ ગુન્હો બને છે અને આવા બાળકો ને બાળ મજુર કરતા અટકાવવામાં આવે છે ત્યારે રાધનપુર નેશનલ ઉપર આવેલી આ શાળામાં બાળકો દ્વારા મજૂરી કામ કરવવામાં આવી રહ્યું છે.

પાટણ જિલ્લાના રાધનપુર હાઇવે ઉપર આવેલી આ થોલીક આશ્રમનાં અને ઝેવિયર્સ સ્કૂલ માં ભણતર કરતા બાળકો છે.જે બાળકો પોતાના ઘર થી દુર રહી આ શાળામાં અભ્યાસ કરે છે બાળકોનાં મા-બાપને પોતાનું બાળક તેનું ભવિષ્ય ઉજ્વળ બનાવે તે માટે ઘર થી દુર હોસ્ટેલમાં મુકી સારા ભણતરની આશા રાખે છે ત્યારે તેમના વિશ્વાસ ને હાનિ પહોંચાડી બાળકો ના ભવિષ્ય સાથે ચેડાં કરી બાળકો ને મજુરી કામ કરાવતા અહીં ના જવાબદાર કર્મચારીઓ ,આ કર્મચારીઓ ને નથી કાયદા નો ડર કે નથી બાળકોના શિક્ષણ ની ચિંતા ,તેઓ ને તો બસ આ શાળા ને આવતી ગ્રાન્ટ કેવી રીતે બચાવી  નાણાં ભેગાં કરવા આ સખત મજુરી કરતા બાળકોને શાળાનાં સમય પછી કઠોર પરિશ્રમ કરાવવામાં આવે છે જે આ દર્શયો ઉપર ખબર પડે છે

આ બાબતે આ અહેવાલ ના પગલે બાળ મજુર અધિકારી ,પ્રાંત ઓફિસર કે મામલતદાર રાધનપુર દ્વારા યોગ્ય તપાસ કરી કેસ કરી બાળકો ના ભવિષ્ય ને બચાવે તે જરૂરી જોવા મળે છે

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી