પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ ભાજપ નેતા સાથે કરી સગાઈ…

કાવ્યા પટેલ ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર રહી ચૂક્યા છે

હાર્દિક પટેલ બાદ હવે અલ્પેશ કથિરીયા પણ ઠરીઠામ થવા તરફ આગળ વધ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ કાવ્યા પટેલ સાથે સગાઈ કરી છે. તમને જણાવી દઈએ કે, કાવ્યા પટેલ એ ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર રહી ચૂક્યા છે. અલ્પેશ કથીરીયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં કાવ્યા પટેલ સાથે સગાઈ કરી છે.

અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન થકી પ્રકાશમાં આવ્યા અને સુરત અને સમગ્ર ગુજરાતનાં પાટીદારોમાં મજબુત પકડ ધરાવતા યુવા નેતાઓ પૈકી એક ગણવામાં આવે છે. અલ્પેશ એક નોન પોલિટિકલ ચહેરા તરીકે ઉભર્યો અને પાટીદારોમાં લોકપ્રિયતા મેળવી.

અલ્પેશ પોતાનાં સ્પષ્ટ વિચારો વ્યક્ત કરવાનાં કારણે પણ રાજકીય વર્તુળોમાં છવાયેલા રહે છે. સુરતમાં આપને મોટી સફળતા પાછળ તેમનો હાથ હોવાનું પણ ચર્ચાયું હતું અને તેના જ કારણે તેઓ આપમાં જોડાશે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. જોકે હવે અલ્પેશે ભાજપ નેતા સાથે સગાઈ કરતા લોકોમાં કૂતુહલ સર્જાયું છે.

તમને જણાવી દઈએ કે, કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપપ્રમુખ રહી ચુક્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથેની કાવ્યા પટેલની તસ્વીર પણ તેમના સોશિયલ મીડિયા પર જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરીયા રાજદ્રોહ સહિતના અનેક ગુનામાં જેલવાસ પણ ભોગવી ચુક્યો છે. હાલ તો પાટીદાર અનામત મુદ્દે તે હંમેશા પ્રકાશમાં રહે છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી