અલ્પેશ કથીરિયાના રાજદ્રોહ કેસમાં જામીન મંજૂર, 6 મહિના સુરતમાં પ્રવેશી નહીં શકે

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાને હાઇકોર્ટમાં રાજદ્રોહનાં કેસમાં જામીન મંજૂર થયા છે. હાઇકોર્ટમાં આપેલી બાંહેધરીઓનું પાલન કરવાની અને 6 મહિના સુધી સુરતમાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન મંજૂર કર્યા છે.

મહત્વનું છે કે 26મી જુલાઇનાં રોજ રાજદ્રોહ કેસમાં જેલમાં કેદ અલ્પેશ કથીરિયાની જામીન અરજીમાં બંને પક્ષોની દલીલ કોટમાં પૂર્ણ થઇ હતી. બન્ને પક્ષે રજુઆતો પુર્ણ થતા આ મામલે કોર્ટે ચુકાદો મુલતવી રાખ્યો હતો. કોર્ટમાં અલ્પેશ તરફથી અંડરટેકીંગ આપવામાં આવ્યુ હતું, તો સરકારે તેની જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે આ કેસની સુનાવણી આજે થઇ છે.

અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર થતા દિનેશ બાંભણીયાએ રાજકોટમાં જણાવ્યું હતું કે, સત્યનો વિજય થયો છે. અનામતની માંગણી સરકારે સ્વીકારી છે. અલ્પેશની મુક્તિ એ ન્યાયતંત્ર પરનો વિશ્વાસ બતાવે છે. અલ્પેશના જામીન બિન અનામત સમાજનો વિજય છે. આગામી સમયમાં મિટિંગ કરવામાં આવશે અને તેની હાજરી રહેશે. અલ્પેશ કથીરિયા જ પાસનો એકમાત્ર ચહેરો રહેશે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી