September 23, 2021
September 23, 2021

પાટીદાર સર્વસ્વિકૃત નેતૃત્વ ધરાવતા આ નેતાઓ…! ભાજપના 150+ બેઠકોના ટાર્ગેટ માટે પર્ફેક્ટ ચોઇસ

PM મોદીનું સ્વપ્ન પુર્ણ કરી શકે તેવો એકમાત્ર નેતા બનશે નવો CM?

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે, તેને લઈને તેમણે જણાવ્યું હતું કે, મોવડી મંડળ નક્કી કરશે.

મળેલી જાણકારી પ્રમાણે, ગુજરાતના નવા મુખ્યમંત્રી પાટીદાર નેતા અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા બની શકે છે. અકીલાના તંત્રી કિરીટ ગણાત્રાએ દાવો કર્યો હતો કે, આગામી મુખ્યમંત્રી કોઈ પાટીદાર જ હશે. તેમણે ગુજરાતના નવા મુખ્યમંત્રી ગોરધન ઝડફિયા બની શકે છે, તેવો દાવો કર્યો હતો. એટલું જ નહીં, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નામ પણ ચાલી રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 

ગુજરાતના પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો ત્યારથી સી આર પાટીલ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150+ સીટ જીતાડવાના ટાર્ગેટની જાહેરાત કરતા રહ્યા છે. આ PM મોદીનું પણ સ્વપ્ન છે. આ સ્વપ્નને સાકાર કરવા ભાજપને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજના ટેકા વગર કોઇ પણ રીતે શક્ય નથી. જો કે હાલ પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે, જેના સંકેત કોર્પોરેશન ચૂંટણી દરમિયાન સુરતમાં મળ્યો હતો. ભાજપે જૈન સમાજના રૂપાણીને હટાવીને પાટીદારને જ ગુજરાત સરકારના નવા સુકાની બનાવવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે.

રાજીનામા સમયે રૂપાલા અને માંડવીયા બંન્નેની સુચક હાજરી

વિજય રૂપાણી રાજીનામું આપવા ગાંધીનગર રાજભવન ગયા અને તેમણે રાજીનામાંની જાહેરાત કરી ત્યારે માંડવિયા ઉપરાંત રુપાલા પણ તેમની સાથે હાજર હતા. જો કે રૂપાલા પણ મજબુત ચહેરો છે. સૌરાષ્ટ્રમાં તેની સ્વિકાર્યતા ખુબ જ વધારે છે. ગત્ત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને ખુબ જ મોટુ નુકસાન થયું હતું. આ ગાબડુ પુરવા માટે રૂપાલા સંજીવની જડીબુટ્ટી સમાન કામ કરી શકે છે. તો બીજીતરફ ગુજરાત ભાજપ સંગઠનમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાનું કદ સતત વધી રહ્યું છે અને તેને જોતાં પાટીદાર સમાજમાંથી રુપાલા અથવા ઝડફિયામાંથી કોઈ એકને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે માંડવીયાની સામે આ તમામ ફેક્ટર વામણા સાબિત થાય છે. પરંતુ ભાજપની ફિતરત પણ ચોંકાવનારા નિર્ણયો લેવાની રહી છે તેથી જ્યાં સુધી જાહેરાત થાય ત્યાં સુધી તો માત્ર અટકળો જ ચાલશે. 

ગોરધન ઝડફિયા બનશે CM!

આજે વિજય રૂપાણી રાજીનામું આપી રહ્યા છે તેવી જાણકારી સૌથી પહેલા અકિલાએ આપ્યા હતા. ત્યારે આગામી મુખ્યમંત્રી ચહેરાને લઈને પણ અકિલાનાં માલિક કિરીટ ભાઈ ગણાત્રાએ ખૂબ મોટો ધડાકો કર્યો છે. ગણાત્રા પાસે આવેલ માહિતી અનુસાર હવે ગુજરાતની કમાન ગોરધન ઝડફિયાને સોંપી દેવામાં આવે અને તેમને જ CM બનાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ગોરધન ઝડફિયા ગુજરાતનાં ખૂબ મોટા નેતા છે પરંતુ છેલ્લા ઘણા વર્ષથી તેઓ લાઈમ લાઇટથી થોડા દૂર રહ્યા છે.

 76 ,  1