દર્દીઓને ICUના બેડ અને વેન્ટિલેટર મળતા નથી – શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહ ગોહિલે કહ્યું – નાગરિકોને ભગવાન ભરોસે ન છોડવામાં આવે

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતી જઇ રહી છે. જેમાં અમદાવાદ અને સુરતમાં હાલત કફોડી બની છે. શહેરોમાં હોસ્પિટલો ભરાઇ રહી છે. જો કે સરકારનો દાવો છે કે, 80 ટકા બેડ ખાલી છે. અને વધુ સુવિધા માટે સરકાર સજ્જ છે. તેવામાં કોંગ્રેસના રાષ્ટ્ર પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહેલે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, દર્દીઓને ICUના બેડ અને વેન્ટિલેટર મળતા નથી.તેમણે સરકારને તાત્કાલિક વ્યવસ્થા માટે વિનંતી કરી છે.

અમદાવાદમાં જરૂરીયાતમંદ દર્દીઓને ICUના બેડ અને વેન્ટીલેટર મળતા નથી. નામાંકિત ખાનગી હોસ્પિટલો તથા સરકારી SVP કે પ્રતિષ્ઠિત હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર ઉપલબ્ધ નથી. 

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકારને તુરંત વ્યવસ્થા માટે વિનંતી કરી છે. સરકારે કોરોના માટે 1200 બેડની હોસ્પિટલની વ્યવસ્થા કરી હોવાની વાતો કરી છે. પરંતુ આ હોસ્પિટલમાં ICU બેડ માત્ર 300 જ છે અને વ્યવસ્થા તંત્રમાં ભયંકર અવ્યવસ્થા છે. લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. અને જવાબ સુધ્ધા આપવા કોઈ હોતું નથી.

લોકોનું જીવન અણમોલ છે માટે રાજકીય પ્રવૃત્તિ બાજુએ મુકીને નાગરિકોના જીવન બચાવવા સરકાર સક્રિય બને તે જરૂરી છે. દિલ્હીની નામદાર હાઈકોર્ટે સરકારને કડક ચેતવણી આપતા કહ્યું હતુ કે, જયારે વેક્સીન ઉપલબ્ધ છે ત્યારે તેની પ્રાથમિકતા દેશના નાગરિકોને મળવી જોઈએ. 

શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારને વિનંતી કરી છે કે, કોરોનાની મહામારીને સરકાર ગંભીરતાથી લઈને પૂરતા ICU બેડ તથા સારા વેન્ટીલેટરની વ્યવસ્થા ઉભી કરે અને ભારત સરકાર પાસેથી જરૂરી મદદ મેળવે પરંતુ નાગરિકોને ભગવાન ભરોસે ન છોડવામાં આવે. 

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ PM મોદીને લખ્યો પત્ર

અમદાવાદ શહેરમાં કોરોના કેસ રોકટની ગતીએ વધી ગયા છે. ત્યારે સરકાર દ્વારા તબક્કાવાર અનેક પગલાઓ લેવામા આવી રહ્યા છે. પરંતુ હવે કોરોનાની ઝપેટમાં રાષ્ટીય શૈક્ષણિક સંસ્થાઓ પણ આવી ગઇ છે. વસ્ત્રાપુર ખાતે આવેલી IIMAના વિદ્યા્રથીઓ અને સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોરોનાના કેસ વધ્યા છે. જેથી ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પીએમ નરેન્દ્ર મોદીને સંબોધન કરતો પત્ર લખી તત્કાલ કેમ્પસમાં મેડિકલ સેવા ઉભી કરવા માંગ કરી છે.

 33 ,  1