September 20, 2021
September 20, 2021

પાટીલ પર ચૌધરી સમાજની લાગણી દુભાવવાનો આરોપ

તાત્કાલિક માફી માગવી જોઈએ – ભેમાભાઈ ચૌધરી

આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ ભાજપના પ્રેદશ અધ્યક્ષ સી.આર. પાટીલ પર પ્રહારો કર્યા છે. તેમણે સી.આર. પાટીલ પર ચૌધરી સમાજને ઠેસ પહોંચાડી હોવાનો આરોપ મુકી તાત્કાલિક ચૌધરી સમાજની માફી માગે તેમ જણાવ્યું છે.

આપના ઉપાધ્યક્ષે ચૌધરી સમાજના યુવાનો અને સમાજના અગ્રણીઓને સી.આર. પાટીલ દ્વારા અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા હોવાનો આરોપ મુક્યો છે. આ સમગ્ર બાબતને તેમણે વખોડી કાઢતા સી.આર. પાટીલને માફી માગવા મામલે જણાવ્યું છે.

ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, પાર્ટીના એક અધ્યક્ષ પદ પર રહી તેમનું આ પ્રકારનું વર્તન ખૂબ નિંદનીય છે. કોઈપણ પાર્ટીમાં મોટું પદ આપવામાં આવે તેનો અર્થ એ નથી કે કઈપણ સમાજનું અપમાન કરવું. પાર્ટીના એક અધ્યક્ષને આ પ્રકારનું વર્તન શોભનિય નથી.

ભેમાભાઈ ચૌધરીએ ઉમેર્યું કે, સી.આર. પાટીલ દ્વારા જે પ્રકારે અન ઔપચારિક વાણી વર્તન કરી ચૌધરી સમાજનું અપમાન કરવામાં આવ્યું છે. તેને કોઈ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે, સમાજ વતી હું સી.આર પાટીલને તાત્કાલિક માફી માંગવાનું કહું છું.

નોંધનીય છે કે થોડા સમય પહેલા વડગામ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ચૌધરી સમાજને ઠેસ પહોંચેએ પ્રકારની ટિપ્પણીઓ કરવાનો મામલો સામે આવ્યો હતો. જેને લઈને સમાજના અગ્રણીઓ અને યુવાનોએ ભારતીય જનતા પાર્ટીને રજૂઆત કરી હતી.

વારંવાર કરાયેલી રજૂઆત છતા આજદીન સુધી કોઈ વ્યાજબી જવાબ ન મળતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો સમય લેવામાં આવ્યો હતો. પરંતુ સી.આર. પાટીલે ચૌધરી સમાજનું અપમાન કર્યું હોવાનો આપના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ આરોપ લગાવ્યો છે.

 51 ,  1