પાટીલે ભાજપની બે મહિલા નેતાને આપ્યા સંગઠનમાં મહત્વના હોદ્દા, કુલ 3ની નિમણૂંક

સીઆર પાટીલે પોતાની ટીમમાં બે મહિલા હોદ્દાદારો સહિત 3ની નિમણુક કરી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તાજેતરમાં પોતાની નવી ટીમની જાહેરાત કરી હતી. જેમાં વધુ ત્રણ હોદ્દેદારોનો વધારો કર્યો છે. સીઆર પાટીલે પોતાની ટીમમાં 9-9 મહિલાઓને સ્થાન આપ્યું છે. આજે સી.આર. પાટીલે પોતાની ટીમમાં બે મહિલા હોદ્દાદારો સહિત 3ની નિમણુક કરી છે.

પૂર્વ ધારાસભ્ય ઉષાબેન પટેલને ઉપ પ્રમુખ, બીનાબેન આચાર્યને પ્રદેશ મંત્રી અને મહેશ મોરીને પ્રદેશ સહ કન્વીનર (આઇ ટી સેલ) બનાવાયા છે. આ પહેલા જયશ્રીબેન લીલાધરભાઈ દેસાઈને પ્રદેશ મંત્રી બનાવાયા હતા.

અગાઉ વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની ઉપપ્રમુખ, કૌશલ્યાકુંવરબા પરમારની ઉપપ્રમુખ તરીકે, જ્યારે શિતલબેન સોની(નવસારી), નૌકાબેન પ્રજાપતિ, જ્હાનવીબેન મુકેશભાઈ વ્યાસ(નડીયાદ) અને કૈલાશબેન અર્જુનભાઈ પરમાર(દાહોદ)ની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

સીઆર પાટીલે ઉપપ્રમુખ તરીકે ગોરધન ઝડફિયા, જયંતિભાઈ કવાડીયા સહિત સાતની નિમણૂક કરી છે. ભીખુભાઈ દલસાણીયાને ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ચાલુ રખાયા છે. સુરેન્દ્રભાઈ પટેલને પ્રદેશ કોષાધ્યક્ષ અને ધર્મેન્દ્રભાઈ શાહને પ્રદેશ સહ-કોષાધ્યક્ષ બનાવાયા છે.

 83 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર