પાટીલે કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેરને પાર્ટીમાં જોડાવા જાહેરમાં આપ્યું આમંત્રણ

પાટીલના નિવેદન કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો 

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના એક ધારાસભ્યને પોતાના પક્ષમાં આવવા ખુલ્લુ આમંત્રણ આપ્યું છે. જાહેર મંચ પર પાટીલે આપેલા એક રાજકીય નિવેદનથી બંને રાજકીય પાર્ટીઓ વચ્ચે ગણગણાટ શરૂ થયો છે.

પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેર પ્રત્યે લાગણી વ્યક્ત કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે તેવુ સ્ફોટક નિવેદન ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું છે. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કહ્યું કે, ધારાસભ્ય ડેરને ખખડાવવા મારો અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે અને તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે હજુ પણ તેમના માટે ખાસ જગ્યા રાખી છે. પહેલા આમે સાથે હતા, એટલે થોડીથોડી ભૂલ થઈ જાય છે. આમ કહી તેમણે કાર્યક્રમમાં રમૂજી માહોલ બનાવ્યો હતો. મહત્વનું છે કે, હજુ બે દિવસ પહેલા જ રાજ્યના ઊર્જા મંત્રી મુકેશ પટેલ અને અમરીશ ડેર સાથે મુલાકાત થઈ હતી. જે બાદ પાટીલનું આ નિવેદન સૂચક માનવામાં આવે છે.

પહેલા સીઆરની જીભ લપસી. ધારાસભ્ય ડેરને ખેર કહ્યા. હારે હતા એટલે થોડી થોડી ભૂલ થઈ જાય. કહી રમૂજ ફેલાવી. હજુ બે દિવસ પહેલા જ ભાજપ સરકારના ઉર્જા મંત્રી મુકેશ પટેલ અને કોંગી ધારાસભ્ય ડેરની ગુપ્ત મુલાકાત થઈ હતી. આજ ફરી ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા તેમના માટે ખાલી જગ્યા રાખી છે અને તેમને ખખડાવાના છેનું જાહેરમાં નિવેદન કરતા અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. કોંગી ધારાસભ્ય ડેર ભાજપમાં જોડાવવાના એંધાણ સામે આવ્યા છે. 

ચૂંટણી પહેલા પાટીલનું આ સૂચક નિવેદન

મહત્વનું છે કે અમરીશ ડેરનું ભાજપમાં જોડાવવાની વાતોને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે ત્યારે સી. આર પાટીલના આ નિવેદને બળતામાં ઘી હોમવા જેવું છે. કારણ કે ગઈ કાલે જ હજુ ભાજપના મંત્રી મુકેશ પટેલ સાથે અમરીશ ડેરની મુલાકાત અને તેમની તસવીરને પગલે આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો હતો. ત્યારે ફરી એક વખત અમરીશ ડેરના ગઢમાં જ પાટીલના નિવેદનથી કોંગ્રેસ નેતાનું ભાજપમાં જોડાવાના તર્કને વેગ મળ્યો. જો કે જ્યારે અમરીશ ડેર ભાજપમાં જોડાશે કે નહીં તેવા સવાલ સામે પાટીલે મૌન સેવ્યું હતું.

હું ક્યાંય જવાનો નથી: અમરીશ ડેર 

સમગ્ર મામલે સીઆર પાટીલના નીવેદનને લઈને અમરીશ ડેરે નિવેદન આપતા કહ્યું કે હા  મે ભૂતકાળમાં ભાજપ માટે કામ કર્યું છે પરંતુ હું હાલ જનતાના આશીર્વાદથી કોંગ્રેસમાં ચુટાઈને  આવ્યો છું. મારે અહીયાજ રહેવાનું છે હું ક્યાંય નથી જવાનો. સાથેજ અમીરશ ડેરે એવું પણ કહ્યું કે દરેક વ્યક્તિને વાણી  સ્વાતંત્રતાનો અધિકાર મળ્યો છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું મને મારા વિસ્તારની જનતાએ આશિર્વાદ આપ્યા છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી