પટના એરપોર્ટ માને છે કે કોરોના છે જ નહીં..! નિયમોની ઐસી કી તૈસી – Video

પટના એરપોર્ટ પર ભૂલાયું સોશિયલ ડિસ્ટન્સ, ઓથોરિટીની ગંભીર બેદરકારી

દેશમાં કોરોના મહામારી વચ્ચે પટના એરપોર્ટ પર ગંભીર બેદરકારી જોવા મળી છે. મુસાફરોની વચ્ચે એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. એરપોર્ટ પર યોગ્ય વ્યવસ્થાના અભાવે સંક્રમણનું જોખમ ઉભુ થવાનો ભય છે. જ્યાં એરપોર્ટ ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે.

પટના એરપોર્ટ પર એરાઈવલમાંથી બહાર આવતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. એરપોર્ટની અંદર સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખ્યા વિના ટોળેટોળા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં કેટલાક લોકોને ચહેરા પર માસ્ક વિના જ જોવા મળી રહ્યા છે. એરાઈવલમાંથી બહાર આવતા મુસાફરોની સાથે અંતર રાખવાના બદલે એકદમ નજીક જોવા મળી રહ્યા છે.

સરકાર તેમજ વડાપ્રધાન દ્વારા સતત ટકોળ કરવામાં આવે છે કે, જ્યા સુધી દવા નહીં ત્યા સુધી ઢીલાઇ નહીં.. જો આ પ્રકારની બેદરકારી દાખવામાં આવશે તો કેવી રીતે મહામારીને કાબૂમાં કરીશું..? પટના એરપોર્ટ પર જાણે કે કોરોના નાબૂદ થઇ ગયો હોય તેવા દશ્યો જોવા મળી રહ્યા છે. જેની પાછળ એરપોર્ટ ઓથોરિટી જવાબદાર છે.

તહેવાર બાદ કોરોના કેસોમાં સતત વધારો જોવા મળ્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી કેસોમાં આશિંક રાહત જોવા મળી છે. એક તરફ કાગડોળે કોરોનાની રસીની વાટ જોવાઈ રહી છે. જો કે તહેવારોની સીઝન પૂરી થતા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રોજના નવા કેસ હવે 40 હજારની અંદર પહોંચ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 32,080 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 97,35,850 પર પહોંચી ગઈ છે. જેમાંથી 3,78,909 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 92,15,581 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.

36,635 દર્દીઓ એક જ દિવસમાં રિકવર

તાજા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં કોરોનાના 36,635 દર્દીઓ રિકવર થયા છે. જે રીતે રિકવરી રેટ સતત વધી રહ્યો છે તે એક સારો સંકેત છે. કોરોનાના કારણે એક જ દિવસમાં 402 લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,41,360 પર પહોંચી ગયો છે. 

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર