પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ બનવાનો માર્ગ મોકળો

વિધાનસભામાં 196 મતો સાથે ઠરાવ પસાર થયો

પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદના બંધારણને મંજૂરી મળી ગઈ છે. બંગાળ વિધાનસભાએ આજે બંધારણની ધારા 169 હેઠળ રાજ્યમાં વિધાન પરિષદનું નિર્માણ અંગે ઠરાવ પાસ કરી દેવામાં આવ્યો છે. હવે તેનો અમલ કરવા સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં બહુમતથી ઠરાવ પાસ કરાવવો પડશે પરિણામે વિધાન પરિષદનું નિર્માણ નરેન્દ્ર મોદીની સરકારની મંજૂરી વગર થઈ શકે નહીં.

બંગાળમાં વિધાનસભાએ વિધાન પરિષદના નિર્માણ માટે સદનમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં 196 સભ્યોએ પ્રસ્તાવ પક્ષમાં વોટ કર્યો જ્યારે 69 સભ્યોએ વિરોધમાં વોટ કર્યો આ દરમ્યાન સદનમાં 265 સભ્યો હાજર રહ્યા હતા.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમ્યાન રાજ્યમાં વિધાન પરિષદનું ગઠન કરવાનું વચન આપ્યું હતું. પશ્ચિમ બંગાળમાં 2 જુલાઈથી વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે.

 62 ,  1