Paytmની બજારમાં બોણી ખરાબ : શેરમાં જંગી કડાકો

સૌથી મોટા IPOનું સૌથી ખરાબ પ્રદર્શન

ડિજિટલ મોબાઈલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytmના લિસ્ટિંગના દિવસે જ Paytmના શેરમાં 26 ટકાનો જંગી કડાકો આવ્યો હતો. સવારે બજાર ખૂલતા બીએસઈ લિસ્ટિંગ 1,955 રુપિયા થયું હતું જ્યારે તેની ઈસ્યુ પ્રાઈસ 2,150 રુપિયા હતી. કારોબારના અંતિમ દિવસે ઇશ્યૂ કિંમતની સરખામણીમાં 27% ઘટીને રૂ. 1,564 પર બંધ થયો હતો એટલે કે IPOની કિંમતની સરખામણીમાં રોકાણકારોને પ્રતિ શેર રૂ. 586નું નુકસાન થયું છે. Paytmનું માર્કેટ કેપ રૂ. 1.01 લાખ કરોડ હતું. જો સવારના તેના લિસ્ટિંગના સમયની વાત કરીએ તો તે સમયે તેનું માર્કેટ કેપ 1.27 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. તે મુજબ તેની માર્કેટ કેપમાં રૂ. 26 હજાર કરોડનો ઘટાડો થયો છે. જ્યારે તે તેની ઈશ્યુ કિંમત પર લિસ્ટેડ હોત તો તેનું માર્કેટ કેપ તે મુજબ રૂ. 1.48 લાખ કરોડ હોત. તેની સરખામણીમાં તેનું માર્કેટ કેપ 47 હજાર કરોડ ઓછું છે.

પેટીએમની ચલાવતી ફિનટેક સ્ટાર્ટઅપ કંપની One 97 કોમ્યુનિકેશનના આઈપીઓ અંતર્ગત શેરોનું ગુરુવારે નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. આજે BSE પર Paytm શેર 1955 અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 1950 રુપિયા પર લિસ્ટ થયો હતો.

બીજી બીજુ ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માની આંખોમાં આજે આંસુ આવી ગયા. આ ત્યારે થયું જ્યારે Paytm શેરબજારમાં લિસ્ટ થયું હતું. હકિકતમાં લિસ્ટિંગ સેરેમનીના અવસર પર સંબોધન કરતી વખતે તે અચાનક ભાવુક થઈ ગયા હતા અને ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આંખોમાંથી આંસુ લુછતા જોવા મળ્યા હતા.

આંખોમાંથી આંસુ લુછતા તેમણે ભાવુક થવાનું કારણ પણ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે, જ્યારે પણ રાષ્ટ્રગીત વાગે છે ત્યારે તેની એક પંક્તિ ભારત ભાગ્ય વિધાતા સાંભળીને મારી આંખોમાં આંસુ આવી જાય છે. આજે મારી સાથે પણ એવું જ થયું છે. ભારત ભાગ્ય વિધાતા શબ્દ કેમ જાણે મારા જીવન સાથે એવી રીતે જોડાયો છે કે મારી આંખમાં આંસુ આવી જાય છે.

2010માં થઈ હતી Paytmની સ્થાપના

નોંધનીય છે કે વિજય એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે. તેમણે વર્ષ 2010માં મોબાઈલ રિચાર્જ તરીકે Paytmની સ્થાપના કરી હતી. હવે આ પ્લેટફોર્મ ખૂબ મોટું થઈ ગયું છે અને તેનો 18,300 કરોડનો ઈતિહાસનો સૌથી મોટો IPO સાબિત થયો છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી