અમદાવાદ : વાસણામાં પેટીએમ કેવાયસી કરાવવાનું કહીને રૂ.3.74 લાખની ઠગાઈ કરી

ઠગાઈ કરનાર નકલી પેટીએમ મેનેજરના વિરુદ્ધ ફરિયાદ

વાસણામાં એંજીનીયરને પેટીંએમ કેવાયસી કરાવવાનુ કહી વિશ્વાસમાં લઈને આધારકાર્ડ ના પાછળના ચાર આકડા અને ઓટીપી મેળવીને આસીઆસીઆઈ બેંક એકાઉન્ટમાંથી રૂ.3.74 લાખની ઠગાઈ કરનાર નકલી પેટીએમ મેનેજરના વિરુદ્ધમાં વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

વાસણાના સીલ્વર સાઈ એપાર્ટમેન્ટમાં રહેતા અને છેલ્લા 13 વર્ષથી એંજીનીયર તરીકે નોકરી કરતા નૈનેશભાઈ પરીખ ઘરે હાજર હતા ત્યારે તેમના ફોન પર એક મેસેજ આવ્યો હતો, જેમાં લખ્યું હતુ કે, તમારે પેટીએમ કેવાયસી કરાવવાનું રહેશે જો તમે કેવાયસી નહી કરાવો તો તમારુ પેટીએમ એકાઉન્ટ 24 કલાકમાં બંધ થઈ જશે.

ત્યારબાદ નૈનેશભાઈને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, હું પેટીએમ મેનેજર દિપક શર્મા વાત કરું છું તમારા ફોનનું પેટીએમ 24 કલાકમાં બંધ થઈ જશે જો તમે કેવાયસી નહી કરાવો તો, જેથી નૈનેશભાઈએ કેવાયસી કરાવવા માટે આધાર કાર્ડના પાછળના ચાર આકડા આપ્યા હતા. જો કે તેના થોડાક જ સમય બાદ નૈનેશભાઈના આઈસીઆઈસીઆઈ બેંકમાંથી રૂ.3.74 લાખ ઉડી ગયા હતા.

જેથી જે નંબર પર નૈનેશભાઈને ફોન આવ્યો હતો તે નંબર પર નૈનેશભાઈએ ફોન કર્યો તો નંબર બંધ હોવાનું જણાવ્યું હતું, જેથી નૈનેશભાઈને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા તેમણે વાસણા પોલીસ સ્ટેશનમાં નકલી પેટીએમ મેનેજક દિપક શર્માના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર