J&K: રાજ્યસભામાં જ PDP સાંસદોએ પોતાના કપડાં ફાડ્યા, સ્પીકરે કહ્યું…

રાજ્યસભામાં મોદી સરકારે જમ્મુ-કાશ્મીર મુદ્દે ઐતિહાસિક નિર્ણય લીધો. જમ્મૂ કાશ્મીર પર નિર્ણય લેવાયા બાદ અમિત શાહના નિવેદન બાદ હોબાળો થયો છે.

જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ કરાશે, બન્નેને કેન્દ્ર શાસિત રાજ્યો બનાવાશે. રાજ્યસભામાં મોદી સરકારના જમ્મુ-કાશ્મીર મુદ્દેના ઐતિહાસિક નિર્ણય બાદ શાહના નિવેદનથી બાદ હોબાળો થયો છે.

તે બાદ PDPના સાંસદોએ ગૃહમાં જ પોતાના કપડા ફાડી મોદી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. તો બીજી તરફ બસપા અને AAPએ જમ્મુ કાશ્મીર અનામત અને પુનર્ગઠન બિલને સમર્થન આપ્યું છે. સપા કોંગ્રેસ અને ટીએમસીએ આ બિલનો સખત વિરોધ કર્યો છે. ગુલામ નબી આઝાદ પણ ધરણા પર બેસી ગયાં.

રાજ્યસભા સાંસદ વાઈકોએ કહ્યું કે, દેશમાં ફરી ઈમરજન્સીની પરિસ્થિતી સર્જાઈ છે. આ અંગે સભાપતિએ કહ્યું કે, ઈમરજન્સી નહીં અરજેન્સીની પરિસ્થિતી છે. રાજ્યસભામાં સ્પીકરે હોબાળો કરી રહેલા સાંસદોને પોતાની સીટ છોડી જવા માટે કહ્યું હતું પરંતુ એક પણ સાંસદ જવા માટે તૈયાર ન હતા.

આમ આદમી પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલે પણ જમ્મુ કાશ્મીર અંગે લેવાયેલા આ નિર્ણયનું સમર્થન કરતા ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે સરકારના નિર્ણયનું સમર્થન કરીએ છીએ, આશા કરીશું કે નિર્ણયથી રાજ્યમાં શાંતિ અને વિકાસ થશે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી