મોરપીંછ ઘરમાં હશે તો થશે આ જોરદાર ફાયદા

વિશ્વમાં દેખાવમાં આકર્ષક-સુંદર જે કંઇ છે, તેમાં મોરપીંછનો પણ સમાવેશ થાય છે. જે જગ્યાએ તે જોવા મળે, મન તરત જ ખેંચાઇ જાય છે. એનો આકાર, રંગ અને એની નાજુકતા આપણને ગમી જાય છે. પળભર માટે એને હાથમાં પકડીને એની કુમાશ માણવાનું મન થાય છે. ભગવાન શ્રીકૃષ્ણના મુગટમાં મોરપીંછ હોય છે. ઇન્દ્ર દેવ મોરની પાંખના સિંહાસન પર બિરાજમાન છે.

પૌરાણિક કાળમાં ઋષિમુનિઓ મોરના પીંછાની કલમ બનાવીને મોટા-મોટા ગ્રંથો લખતા હતા. ખાસ કરીને આપણાં શાસ્ત્રો, ગ્રંથો, વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રોમાં મોરપીંછને આગવું સ્થાન આપવામાં આવ્યું છે. મોરપીંછને ઘર કે ધંધા- રોજગારનાં સ્થળે રાખવાનું ઘણાને પસંદ હોય છે. મોરપીંછને ઘરમાં રાખવાનું કારણ ફક્ત ધાર્મિક જ નથી. મોરપીંછ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધમાં વધારો થાય છે એવી પણ એક માન્યતા છે.

એવી એક માન્યતા પણ છે કે પોતાના ખિસ્સા કે ડાયરીમાં મોરપીંછ રાખવાથી રાહુ દોષની અસર પણ થતી નથી. મોરપીંછને આદરભેર માથા પર ચઢાવવાથી વિદ્યા અને વિનય મળે છે. એટલું જ નહીં, ઘરમા દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં હંમેશા મોરનું પીંછું રાખવું, તેનાથી ઘરમાં બરકત રહે છે. ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય તો મુખ્ય દ્વાર પર ત્રણ મોરપંખ લગાવી દેવા, તેનાથી દોષનો પ્રભાવ દુર થઈ જશે.

 64 ,  3