પૅંગ્વિનને કારણે બે વર્ષમાં 10 કરોડની કમાણી, જાણો વધુ

મુંબઈ ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલય (રાણીબાગ) મુંબઈ મહાનગરપાલિકા માટે ધીમે ધીમે આવકનો મોટો સ્ત્રોત બની ગયો છે. મુલાકાતીઓની સંખ્યા વધવાની સાથે પ્રવેશ ફીના માધ્યમથી પાલિકાની આવકમાં પણ જબરદસ્ત વધારો થયો છે.

પાલિકા દ્વારા રાણીબાગની પ્રવેશ ફીમાં ગયા વર્ષે વધારો કરવામાં આવ્યો હતો, તેને કારણે પાલિકાની માસિક આવકમાં વધારો થયો છે. અગાઉ રાણીબાગની પ્રવેશ ફી બે થી પાંચ રૂપિયા સુધીની હતી પણ તેમાં ધરખમ વધારો કરીને ૧૦૦ રૂપિયા કરી દેવામાં આવી હતી. છતાં વિદેશથી લાવવામાં આવેલા પૅંગ્વિનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

આ વર્ષમાં અત્યાર સુધીમાં ૨૫ લાખ લોકોએ રાણીબાગની મુલાકાત લીધી છે અને તેને કારણે પાલિકાની તિજોરીમાં દસ કરોડ રૂપિયા જમા થયા છે. પાલિકા દ્વારા સંચાલિત રાણીબાગમાં ૨૬ જુલાઈ ૨૦૧૬ની સાલમાં હૅમ્બોલ્ટ જાતિના આઠ પૅંગ્વિન લાવવામાં આવ્યા હતા. એક પૅંગ્વિનનું ત્રણ-ચાર મહિનામાં જ મૃત્યુ થઈ ગયું હતું. હાલ તેમાંથી સાત પૅંગ્વિન રાણીબાગમાં તેમની માટે બનાવવામાં આવેલા ખાસ કાચના ઘરમાં રહે છે. એપ્રિલ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ સુધીના સમયમાં ૯ લાખ ૨૮ હજાર પર્યટકો રાણીબાગની મુલાકાત લીધી હતી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી