September 23, 2021
September 23, 2021

સરકારી બેન્ક કર્મીઓના મોત પર સેલરીના 30 ટકા મળશે પેન્શન

નાણામંત્રીએ સરકારી બેન્કોના નાણાકીય કામકાજની કરી સમીક્ષા

કેન્દ્ર સરકારે સરકારી બેન્કના મૃત કર્મીઓના પરિવારોને મળતી પેન્શન વધારવાનો નિર્ણય કર્યો છે જેને પગલે હવે બેન્કના કર્મીઓના મોત બાદ અંતિમ સેલરીના 30 ટકા પેન્શન મળશે. પહેલા આવા કિસ્સામાં ફેમિલી પેન્શન 9284 રૂપિયા હોતી હતી. ફેમિલી પેન્શન તરીકે હવે બેન્કિંગ કર્મચારીઓના પરિવારને મહત્તમ 35000 રૂપિયા સુધી પેન્શન મળી શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે સરકારી બેન્કોના કર્મચારીઓના નિધનને પગલે તેમના પરિવારને 30 ટકાનું વધારાનું પેન્શન આપવામાં આવશે. તેમણે કહ્યું કે મોદી સરકાર નીતિઓમાં સ્પષ્ટતા સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરી રહી છે. તેમણે કહ્યું કે તમામ સરકારી બેન્કો ઘણું સારુ કામ કરી રહી છે. જાહેર ક્ષેત્રની બેન્કોએ દેશના પૂર્વી વિસ્તારમાં કરંટ અને સેવિંગ એકાઉન્ટ્સમાં વધી રહેલા જમા પર ચિંતા દર્શાવી.

નોંધનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામણ બે દિવસના મુંબઈ પ્રવાસ પર છે. આજે તેમણે સરકારી બેન્કોના કામની વાર્ષિક સમીક્ષા કરી હતી. આ દરમ્યાન બેન્કો સંબધિત લીધેલા નિર્ણયની જાણકારી આપી હતી.

 46 ,  1