સુરતમાં બહારથી આવતાં લોકોએ સાત દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે

એક સપ્તાહ માટે ટ્યુશન, શાળા અને કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ

વધતા કોરોનાને કેસને લઈને સુરત કોર્પોરેશન એક્શનમાં

સુરતમાં બહારથી આવતા લોકોને ફરજિયાત રૂપે સાત દિવસ માટે હોમકોરોન્ટાઈન થવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુરતમાં વકરી રહેલા કોરોનાના સામે તંત્ર એલર્ટ થયું છે. સુરતમાં પરપ્રાંતમાંથી પ્રવેશનારે ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરોન્ટાઈન રહેવાનો આદેશ સુરત મહાનગરપાલિકાએ જાહેર કર્યો છે. તો  સુરતમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસમાં ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણ આપવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આદેશ કર્યો છે. 

સુરતમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર કોરોના ટેસ્ટીગ કરવાની વ્યવસ્થા કરાઈ છે. સુરતમાં જે લોકો કોરોના પોઝીટીવ હોય તેમણે ફરજીયાત સાત દિવસ ક્વોરોન્ટાઈન રહેવુ પડશે. રેલ્વે સ્ટેશન, એસ ટી સ્ટેશન, હાઈવેના મુખ્ય માર્ગ સહીતના સુરતમાં પ્રવેશદ્વાર સમા વિસ્તાર અને સ્થળોએ બહારગામથી આવનારાઓના કોરોના ટેસ્ટીગ કરવામા આવશે. સુપર સ્પ્રેડર બની શકે તેવા સ્થળોને બંધ કરાવી દેવામાં આવ્યા છે. આજ રાત્રીથી કરફ્યુનો કડકાઈથી અમલ કરાશે.

સુરતમાં કોરોનાના કેસોના રાફડો ફાટતા ગુજરાત સરકારે તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ ઓનલાઈન બેઠકમાં સુરત મનપાના કમિશનર બંછાનિધિ પાની જોડાયા હતા. જેમાં તેમણે મુખ્યમંત્રીને સુરતની સ્થિતિ અંગે માહિતી આપી હતી. સાથે જ કોરોના રોકવાની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ, આજે સુરત મનપા કમિશનરે કાપડ બજારની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ટેસ્ટિંગ અને વેક્સીનેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે તેમણે કહ્યું કે, સુરતના લોકો સાવચેતી રાખે તે હાલ બહુ જ જરૂરી છે. સ્કૂલ-કોલેજ, બાગ-બગીચા બંધ કરાવ્યા છે. કાપડ માર્કેટ, હીરા બજારમાં સંક્રમણ વધ્યું છે. તેથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો કે, સુરતમા બહારથી આવતાં લોકોએ સાત દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે. જો લક્ષણો દેખાય તો ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. સુરતમાં અત્યાર સુધી 6 લોકોમાં યુકે અને આફ્રિકન સ્ટેઇન મળ્યો છે. તેથી વધુ સાવચેતીની જરૂર છે. 

 72 ,  1