પ્રજાનો મરો: રાંધણગેસના ભાવમાં ફરી ભડકો…

15 રુપિયાનો તોતિંગ વધારો, જોઈ લો હવે કેટલામાં પડશે સિલિન્ડર

એક બાજુ કોરોનાકાળમાં આર્થિક તંગીનો સામનો કરી રહેલી પ્રજાને બીજી બીજુ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે જેને પગલે આમ આદમી પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે બુધવારે એલપીજી સિલેન્ડરોના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. 14.2 કિલો નોન સબ્સિડીવાલા એલપીજી સિલેન્ડરોના ભાવમાં 15 રુપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે જેના પગલે દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થઈ ગઈ છે.

4 મહિનામાં LPG સિલિન્ડરમાં રૂ.75નો વધારો નોંધાયો છે. LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.15નો વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં LPG સિલિન્ડરનો ભાવ રૂ.891.50 થયો છે. જૂન 2021માં LPG સિલિન્ડરનો ભાવ રૂ.816 હતો.

કોલકત્તામાં 926 અને ચેન્નાઈમાં હવે 14.2 કિલો વાળા એલપીજી સિલેન્ડર 915.50 રુપિયામાં મળશે. કાચા તેલના વધતા ભાવને જોતા આ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે એલપીજી સિલેન્ડરનો ભાવ 1000 રુપિયાને પાર થઈ જશે.

ઉલ્લેખનીય છે કે એક ઓક્ટોબરે કોઈ વધારો થયો નહોંતો, ત્યારે એક સપ્ટેમ્બરે 14.2 કિલોગ્રામના સબસિડી વગરના રસોઈ ગેસ સિલેન્ડરના ભાવમાં 25 રુપિયાનો વધારો થયો હકો. આ પહેલા પેટ્રોલિયમ કંપનીઓે 18 ઓગસ્ટે ગેસ સિલેન્ડરની કિંમતમાં 25 રુપિયાનો વધારો કર્યો હતો. ગત એક વર્ષમાં ઘરેલુ એલપીસી સિલેન્ડરની કિંમત દિલ્હીમાં 305.50 રુપિયા વધી ચૂકી છે. જ્યારે હવે સબ્સિડી પણ નથી આવી રહી.

 50 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી