દિવાળીમાં બહાર ગયેલા સુરતના લોકોને કોરોના ટેસ્ટીંગ બાદ જ પ્રવેશ મળશે

ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યુ છે. અમદાવાદમાં કરફ્યૂ બાદ હવે ગુજરાતના મોટા શહેરોએ તકેદારીના પગલા લેવાની શરૂ કરી છે. અન્ય રાજ્યનુ તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. આવામાં અમદાવાદ આવતી જતી તમામ એસટી બસો પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે હવે સુરત પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, અન્ય શહેરોમાઁથી સુરત આવતા તમામ લોકોનું કોરોના ટેસ્ટીંગ ફરજિયાત કરવામાં આવશે. 

દિવાળી બાદ પરત ફરેલા લોકોનું ટેસ્ટીંગ

સુરતના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાણી દ્વારા જાહેરાત કરાઈ કે, તહેવારો બાદ સુરત આવતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાશે. દિવાળીમાં બહાર ગયેલા લોકોનું સુરતમાં પ્રવેશ સમયે ટેસ્ટિંગ થશે. કોવિડની સ્થિતિમાં સંક્રમણને ધ્યાને લઇ આ નિર્ણય કરાયો છે. 

સુરતથી અમદાવાદની એસટી બસ રદ

અમદાવાદમાં હાલ કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી અમદાવાદ જતી આવતી તમામ બસો પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે સુરતથી અમદાવાદ જતી એસટી બસો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. અમદાવાદ કરફ્યૂને કારણે આ નિર્ણય લેવાયો છે. તો સાથે જ અન્ય જગ્યા પરની બસો ડાયવર્ટ કરાશે. સોમવારે સવારે 6 વાગ્યા સુધી એસટી બસો પર પ્રતિબંધ મૂકાયો છે. 

ભીડભાડ થશે તો કાર્યવાહી કરવામાં આવશેઃ પાલિકા કમિશનર

પાલિકા કમિશનરે લોકોને વિનંતી કરી છે કે, માસ્ક પહેરો. પોલીસ કમિશનર સાથે બેઠક કરી છે અને માસ્ક વિના લોકો બહાર આવશે તો દંડનિય કાર્યવાહી કરવામાં આવશે. ભીડભાડ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. શનિ-રવિ હોય કે સોમ-મંગળ કોઈ પણ દિવસોમાં કોઈ પણ જગ્યાએ ભીડ ના થાય તે માટે લોકોને અપીલ કરીએ છીએ.

કડક કામગીરી માટે તમામ ઝોન વિસ્તારમાં જુદી જુદી ટીમ બનાવી

સુરતમાં કર્ફ્યૂ અંગે પાલિકા કમિશનરે આડકતરી રીતે મનાઈ કરી છે. જોકે, સુરતમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે કોવિડ ગાઇડલાઇનનું કડક પાલન કરવા લોકોને સૂચવ્યું છે. પાલિકા તંત્રએ ફરી વખત કડક કામગીરી માટે તમામ ઝોન વિસ્તારમાં જુદી જુદી ટીમ બનાવી દંડનિય કાર્યવાહી હાથ ધરનાર છે. ડુમસ રોડ, ગૌરવ પથ, મોલ, કોમર્શિયલ શોપિંગ સેન્ટરોમાં ટોળે થતાં લોકોને પણ આ ટીમ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ અંગે માર્ગદર્શીકાના ઉલ્લંઘન માટે દંડનિય કાર્યવાહી કરશે.

 72 ,  6 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર