કાશ્મીર ૩૭૦ની કલમની હાથકડીમાંથી મુક્ત – ભરત પંડયા

કાશ્મીરની જનતા ૩૭૦ની કલમની હાથકડીમાંથી મુક્ત થઈ અને દેશની અખંડિતતા વધુ મજબૂત થઈ. – ભરત પંડયા


આઝાદી સમયની નેહરુજી- કોંગ્રેસની કાશ્મીર નીતિની ભયંકર ભૂલને ફરીથી
ગુજરાતનાં જ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ સુધારી. – ભરત પંડયા


શ્યામાપ્રસાદજી અને દેશની જનતાનું સ્વપ્ન સાકાર થયું. – ભરત પંડયા


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહને
ઐતિહાસિક નિર્ણય બદલ લાખ લાખ અભિનંદન. – ભરત પંડયા

આજે દ્વારકા ખાતે જીલ્લા સંગઠન બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાની આગેવાનીમાં કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાં ૩૭૦ હટાવીને , જમ્મુ કાશ્મીર અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશના નિર્ણયને હર્ષ-ઉલ્લાસ સાથે આવકારીને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને લાખ લાખ અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

જર્હાં હુએ બલિદાન મુખરજી,
વહ કાશ્મીર હમારા હૈ ।
ભારતમાતા કી જય, વંદે માતરમ
જય દ્વારકાધીશ
હર હર મહાદેવ..
સુત્રો પોકારીને જીલ્લાની બેઠકમાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાની વિશેષ ઉપસ્થિતિમાં જીલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, જીલ્લા પ્રમુખ કાળુભાઈ વિરાણી, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ, અમીબહેન પરીખ વગેરેની ઉપસ્થિતિમાં આ ઠરાવ પસાર થયો હતો.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી