September 26, 2022
September 26, 2022

સાબરકાંઠા જિલ્લાની જનતા માટે હવે સ્ટેમ્પ ડ્યુટી ભરવી બનશે સરળ

સ્ટેમ્પ ડ્યુટી ભરવાની અલગ અલગ પધ્ધતિઓ બાબતે જાહેરજનતાને પૂરી જાણકારી ન હોવાને કારણે તેમજ સ્ટેમ્પ ડ્યુટીની વિવિધ પધ્ધતિઓમાં શું તફાવત છે? તેની જાણકારીના અભાવે પડતી મુશ્કેલીઓને હવે સરળ બનાવી સમજૂતિ આપવામાં આવે છે.

સ્ટેમ્પ પેપર માત્ર પરવાનેદાર સ્ટેમ્પ વેન્ડરો તથા પોસ્ટ ઓફીસો પાસેથી ખરીદીને સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી શકાય છે. સ્ટેમ્પ પેપર 10/- રૂપિયા થી લઈને 25,000/- સુધીના દરમાં મળે છે તથા સ્ટેમ્પ પેપર ઉપર જરૂરીયાત મુજબનુ લખાણ થઈ શકે છે.

ફ્રેન્કીગ સ્ટેમ્પ માત્ર પરવાનેદાર બેંકો (સરકારી/ખાનગી/સહકારી) દ્વારા ફ્રેકીગ મશીનથી છાપ પાડીને ફ્રેન્કીગ સ્ટેમ્પ લગાવી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરાય છે તેના માટે જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યુટી હોય તેટલી રકમના ફ્રેન્કીગ સ્ટેમ્પ છાપેલા ફોર્મ ઉપર અથવા ટાઇપ કરેલા લખાણ/ દસ્તાવેજ ઉપર લગાવી શકાય છે.

ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફિકેટ ધ્વારા પણ સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ થઈ શકે છે. ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફિકેટના વેચાણ માટે સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. સાથે ગુજરાત સરકાર દ્રારા કરાર કરવામાં આવેલ છે. જેની ઓફિસો જિલ્લા તેમજ તાલુકા મથકોએ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે તથા અન્ય સ્થળોએ ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો શરૂ કરેલ છે આ કેન્દ્રો ઉપર જઈ નિયત ફોર્મમાં વિગતો ભરીને જેટલી રકમ ભરવાની હોય તેટલી રકમની ચુકવણી કરી સ્ટેમ્પની માંગણી કરતાં તેટલી રકમનુ કોમ્પ્યુટર સિસ્ટમથી જનરેટ થતું ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે.

ઇ-પેમેન્ટ ગમે તે સ્થળેથી ઓનલાઇન સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની એક વધુ સુવિધા રાજ્ય સરકારશ્રી ધ્વારા જાન્યુઆરી-2019થી અમલમાં મુકવામાં આવેલ છે. તથા જનતા માટે garvi.gujarat.gov.in વેબસાઇટ ઉપર જઈ નોંધણીપાત્ર દસ્તાવેજોમાં ભરપાઇ કરવાની સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઇન ભરીને તેના ચલણની પ્રીન્ટ કાઢીને દસ્તાવેજ સાથે નોંધણી સમયે રજુ કરવાની રહે છે.

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી