રસી નહીં લેનારા લોકો આવી રહ્યા છે ડેલ્ટા પ્લસની ઝપેટમાં : WHO

વેરિયન્ટની ઝપેટમાં રસી નહીં લેનારા લોકો ઝડપથી આવી રહ્યા છે :   ટેડ્રોસ અધનોમે 

કોરોના વાયરસની બીજી લહેરના કહેરથી લોકો હજું બહાર નથી આવ્યાં ત્યાં કોરોનાના ન્યૂ વેરિયન્ટ ડેલ્ટા પ્લસે ભારતમાં દસ્તક દીધી છે. આ નવો ડેલ્ટા પ્લસ વાયરસ ઝડપથી ફેલાય છે. મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, તમિલનાડુમાં ડેલ્ટા પ્લસના કેસ સામે આવી ચૂક્યાં છે.

ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયંટને લઇને વિશ્વ આરોગ્ય સંગઠન- WHOએ ફરી એકવાર ચેતવણી આપી છે. ડબલ્યુએચઓના ચીફ ટેડ્રોસ અધનોમે કોરોના વાચરસના ડેલ્ટા વેરિયંટને અત્યાર સુધી જોવા મળેલા તમામ વેરિયંટમાં સૌથી ઘાતક ગણાવતાં કહ્યું કે, આ વેરિયંટ એ લોકોને જલ્દીથી ઝપેટમાં લઇ રહ્યો છે જેમણે હજુ સુધી કોરોનાની રસી લીધી નથી.

કોરોના વાયરસના સૌથી વધુ ઘાતક ડેલ્ટા વેરિયંટને લઇને WHOના પ્રમુખે શુક્રવારે જણાવ્યું કે, સંગઠને આ મુદ્દે ચિંતિત છે કે દુનિયાભરમાં ડેલ્ટા વેરિયંટ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ડેલ્ટા વેરિયંટ સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો. તેમણે જિનેવામાં કહ્યું કે, કોરોના વાયરસના સામે આવેલા અત્યાર સુધીના તમામ વેરિયંટ્સમાં ડેલ્ટા વેરિયંટ સૌધી વધુ સંક્રામક છે અને ઓછામાં ઓછા 85 દેશોમાં ફેલાવાના સ્તરે છે. આ વેરિયંટની ઝપેટમાં રસી નહીં લેનારા લોકો ઝડપથી આવી રહ્યા છે.

 97 ,  1