પાલનપુરમાં પેપ્સીની પાંચ બોટલમાં જીવાત..! તપાસના આદેશો અપાયા

બનાસકાંઠાના મુખ્ય શહેર પાલનપુરમાં એક ખાનગી પાર્લરમાં ઠંડા પીણાં પેપ્સીની એક નહીં પણ પાંચ પાંચ જેટલી બોટલમાંથી કચરો નીકળતા વધુ એક વાર ઠંડા પીણા લોકો માટે ઘાતક સાબિત થઇ રહ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પેપ્સી કોકા કોલા અને અન્ય કંપનીઓ દ્વારા પેકિંગમાં જે કોલ્ડરિંગસ વેચાય છે તેમાં કચરો, જીવાત, ફુગ વગેરે નીકળવાના અનેકવાર બનાવ બન્યા છે પરંતુ ફૂડ વિભાગે એક પણ કિસ્સામાં કાર્યવાહી કરી નથી.

આ અંગેની વિગત એવી છે કે પાલનપુર ના આબુરોડ હાઇવે સ્થિત રિયલ પેપરિકા નામની રેસ્ટોરન્ટમાં માં પેપ્સી ની પાંચ જેટલી બોટલમાં કચરો જોવા મળ્યો હતો. જેમાં પેપ્સી કંપનીની પેપ્સી અને ડ્યુ માં કચરા જેવી ગંદી વસ્તુ જોવા મળી હતી એક જાગૃત નાગરિક દ્વારા રેસ્ટોરન્ટના માલિકને જાણ કરતા તેણે ગ્રાહકને તો વળતર ચૂકવી દીધું અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરતા અધિકારીઓને બોલાવી પેપ્સીના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી હતી. અગાઉ પણ પાલનપુરમાં પેપ્સીમાં જીવડું નીકળ્યું હતું સાથે સાથે અગાઉ પણ રિયલ પેપરીકાના પિઝાની અંદરથી કાંકરા મળ્યાના અહેવલ સામે આવ્યા હતા ત્યારે પણ તપાસના આદેશ થયા હતા પરંતુ એ વખતે કોઇ તપાસ થઇ ન હતી.

પાર્લરના મલિક ઉમંગ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આજે જાગૃત નાગરિકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરતા તેમણે ખાનગી પાર્લર પર આવી પેપ્સીના સેમ્પલ લેવાની તજ વીજ હાથ ધરી હતી. અને પેપ્સીના સેમ્પલ લીધા બાદ ચાર બોટલમાં કચરા જેવું દેખાવાનો એકરાર કર્યો હતો

ફૂડ અધિકારી ડી આર સુથારે જણાવ્યું કે તપાસના આદેશો આપવામાં આવ્યાં છે. પાલનપુરના કોફી પાર્લરમાંથી પેપ્સીની બોટલમાં કચરો નીકળવાના મામલે જાગૃત નાગરીકે ફૂડ વિભાગને જાણ કરી હતી પરંતુ ફૂડવિભાગ ઢાંકપીછોડો કરવા માટે પહેલાં સીધા દુકાનદાર સાથે વાત કરીને ત્યારબાદ જ સેમ્પલ લેવા આવ્યા હતા જોકે જાગૃત નાગરિકની ફરિયાદ સીધી સાંભળી નથી અને દુકાનદાર સાથે વાત કરતાં ફૂડ વિભાગ શંકાના ઘેરામાં આવ્યો છે જોકે અત્યારે તો તપાસના આદેશ આપ્યા છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ બાબતે કેટલી ઊંડાણપૂર્વક તપાસ થાય છે કે પછી અગાઉ ની જેમ ગોદડી ગોટે વળે છે.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી