September 21, 2020
September 21, 2020

તેરા ક્યા હોગા…. સસસસસકાર મૈને માસ્ક નહીં પહેના… માસ્ક નહીં પહેના.. ??? તો અબ કોરોના ખા..

બીના માસ્ક કા મુગેમ્બો..??? કોરોના ખુશ હુઆ..

ભારતભરમાં પણ દિનપ્રતિદિન કોરોનાના સંક્રમણ વચ્ચે પોઝીટીવ લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને ખાળવા તંત્ર દ્વારા તકેદારી રૃપ પગલા લઈ જુદા જુદા જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જ્યારે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત બનાવ્યું છે ગૃહ વિભાગના પરિપત્ર મુજબ જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ રૃપિયા 200 ના દંડ વસુલવામાં આવી રહ્યો છે. 

કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા લોકોને સાવચેતી સાથે માસ્ક પહેરવું ફરજિયાત બનાવાયું છે ત્યારે  પેટલાદ નગરપાલિકાએ માસ્ક પહેરવા અંગે જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ કર્યો છે. જો તમે માસ્ક નથી પહેર્યું તો તમે પેટલાદ શહેરના સૌથી મોટા વિલન છો! શહેરમાં પાલિકા દ્વારા ફિલ્મી સ્ટાઇલમાં માસ્ક પહેરવા લોકોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઠેર ઠેર મોટા ફિલ્મી બેનરો સાથે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

એક પોસ્ટરમાં ‘શોલે’ ફિલ્મના વિલન ગબ્બરનો ડાયલોગ્સ જોવા મળે છે. જેમાં લખ્યું છે. તેરા ક્યા હોગા…..સસસસસકાર મૈને માસ્ક નહીં પહેના…માસ્ક નહીં પહેના.. ??? તો અબ કોરોના ખા..જ્યારે બીજા પોસ્ટરમાં ફિલ્મા મિ.ઇન્ડિયાનો ડાયલોગ્સ જોવા મળે છે. જેમાં વિલન અમરિશપુરી સાથે લખ્યું છે કે, બીના માસ્ક કા મુગેમ્બો..??? કોરોના ખુશ હુઆ..

 174 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર