લાંચ કેસ : પેટલાદ સેશન્સ કોર્ટે આરોપી સરકારી વકીલના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

સરકારી વકીલ 35 હજારની લાંચ લેતાં ઝડપાયા હતા

આણંદના સરકારી વકીલ હાઈકોર્ટમાં અપીલ ન કરવા બાબતે રૂા.૩૫ હજારની લાંચ રંગેહાથ ACBના છટકામાં ઝડપાયા હતા. એક કેસમાં આરોપી સરકારી વકીલ યજ્ઞેશ હરેશપ્રસાદ ઠાકરે અપીલ ફાઈલ ન કરવા માટે લાંચ માગી હતી. આ મામલે પેટલાદ કોર્ટે આરોપી વકીલાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

બનાવની વિગતો એવી છે કે આણંદના પેટલાદમાં રહેતા એક વ્યક્તિ વિરુધ્ધ વર્ષ 2017માં ગુનો નોંધાયો હતો. જે કેસ પેટલાદ એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલતા ગત 16મી જાન્યુઆરીએ તેમને નિર્દોષ જાહેર કરાયા હતા. જે હુકમ વિરુધ્ધમાં સરકાર પક્ષેથી હાઇકોર્ટમાં અપીલ ન કરવા માટે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર યજ્ઞેશ હરેશપ્રસાદ ઠાકરેએ રુપિયા 80 હજારની લાંચ માંગી હતી. જેમાં 40 હજાર પહેલા અને બાકી નાણાં બાદમાં લેવાનું નક્કી કર્યુ હતુ.પહેલા 40 હજાર રુપિયા લીધા બાદ ત્રણ દિવસ પહેલા પાંચ હજાર લીધા હતા. બાદમાં બાકી રુપિયા 35 હજાર માટે ફરિયાદીને પેટલાદ બોલાવ્યાં હતા.

જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા નડીયાદ એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં યજ્ઞેશ હરેશપ્રસાદ ઠાકરને રુપિયા 35 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે. એસીબીના સંકજામાં એપીપી આવી જતા પેટલાદ અને આણંદ કોર્ટમાં આ મામલે ભારે ચર્ચા જગાવી હતી.

 72 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર