આજે ફરી વધ્યા પેટ્રોલ- ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં કેટલે પહોંચ્યો કિંમતનો આંકડો

સતત નવમા દિવસે મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, ભાવમાં થયો વધારો

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દર રોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત દેશના અનેક શહેરોમાં અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, છેલ્લા નવ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના અનેક હિસ્સાઓમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત આજે 89.54 રૂપિયા છે અને ડીઝલ પ્રતિ લીટર 79.95 રૂપિયે મળી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને 96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.98 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

ગુજરાતમાં પ્રિમિયમ પેટ્રોલની કિંમત 90 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલમાં 27 પૈસાનો ભાવ વધારો થયો છે. જ્યારે પાવર પેટ્રોલનો ભાવ.89.66 એ પહોંચ્યો છે. 

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ – ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.

જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમત તમે SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર