September 28, 2020
September 28, 2020

સતત પાંચમા દિવસે પેટ્રોલ થયું મોંઘું, જાણો આજનો ભાવ

દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ વધીને 81.62 રૂપિયા થયો

મોંઘવારીનો સામનો કરી રહેલા ​​જનતાને આજે ઓઇલ કંપનીઓએ આજે ફરીથી ઝટકો આપ્યો છે. દેશભરમાં આજે સતત પાંચમાં દિવસે પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. ઓગસ્ટના મહિનામાં ડીઝલના ભાવમાં હજી સુધી કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 13 પૈસા મોંઘું થયું. આ વધારા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ વધીને 81.62 રૂપિયા થઈ ગયું. જોકે, ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. નોંધનીય છે કે, છેલ્લા 9 દિવસમાં પેટ્રોલ 1.19 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. 19 ઓગસ્ટે પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા હતા.

  • દિલ્હી- પેટ્રોલ 81.62 રૂપિયા અને ડીઝલો 73.56 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈ- પેટ્રોલ 88.28 રૂપિયા અને ડીઝલો 80.11 રૂપિયા પ્રતિ લીટર છે.
  • કોલકાતા- પેટ્રોલ 83.13 રૂપિયા અને ડીઝલો 77.06 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઈ- પેટ્રોલ 84.64 રૂપિયા અને ડીઝલો 78.86 રૂપિયા પ્રતિ લીટર છે.

 30 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર