પેટ્રોલનો ભાવ 107 રૂપિયા લીટરે પહોંચ્યો…

છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે ,જે ઓછા થવાનું નામ લેતા નથી .એકવાર ફરીથી તેમાં વધારો જોવા મળી રહ્યો છે .સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ માં આજે ફરી વધારો ઝીંકી દીધો છે. સતત મોંઘું થઈ રહેલું પેટ્રોલ કેટલાક શહેરોમાં 107 રૂપિયા પ્રતિ લીટરને પાર વેચાઈ રહ્યું છે.

નોંધનીય છે કે, આજે પેટ્રોલની કિંમતમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ, ડીઝલની કિંમત માં 13 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આજે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 96.66 રૂપિયા અને ડીઝલની કિંમત 87.41 રૂપિયા છે.વધતા ભાવોની વાત કરીએ તો મેટ્રો શહેરોના ભાવોમાં દિલ્હી- પેટ્રોલ 96.66 રૂપિયા અને ડીઝલ 87.41 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ 102.85 રૂપિયા અને ડીઝલ 94.84 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ 97.91 રૂપિયા અને ડીઝલ 92.04 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ 96.58 રૂપિયા અને ડીઝલ 90.25 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ સતત વધી જ રહ્યા છે .જે ખરેખર ચિંતા સમાન બની ગયું છે .

 69 ,  1