દેશમાં આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો

શું ગુજરાતમાં પેટ્રોલ સેન્યુરી ફટકારશે?

એક દિવસની બ્રેક બાદ દેશમાં ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. સરકારી ઓઈલ કંપનીઓ તરફથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 35 પૈસા તેમજ ડીઝલના પ્રતિ લિટરે 28 પૈસાનો વધારો નોંધાયો છે. હવે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 100.91 રૂપિયા થઈ ગયા છે, જ્યારે ડીઝલના ભાવમાં 89.88 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું છે.

મુંબઈમાં પેટ્રોલ 106.93 રૂપિયા અને ડીઝલનો ભાવ 97.46 રૂપિયા થયો છે. આ સિવાય કોલકાતા અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે. મહત્વનું છે કે, દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યે નવા દરો લાગૂ થતા હોય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન તેમજ અન્ય દરો જોડવાથી ભાવ લગભગ ડબલ થઈ જાય છે.

નોંધનીય છે કે, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક,જમ્મુ-કાશ્મીર, ઓડિશા,કેરલ,બિહાર, પંજાબ, સહિતના રાજ્યોમાં પટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રુપિયાને પાર કરી ગયો છે.

 18 ,  1