અમદાવાદ, ગાંધીનગર સહિત શહેરોમાં પેટ્રોલે ફટકારી સદી, 100 રુપિયાને પાર..

ઈંધણના ભાવમાં ભડકો

આજે નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યાં બીજી બીજુ મોંઘવારી માઝા મૂકી રહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મોટાભાગના શહેરોમાં પેટ્રોલે 100 રુપિયાને પાર પહોંચા ગયો છે. પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 38 પૈસાનો વધારો નોંઘાયો છે. નોંઘનીય છે કે, ગઈકાલે રાંધણ ગેસ એલપીજીના ભાવમાં ૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક સપ્તાહ પૈકીનો સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીએ જારી કરેલા પ્રાઇસ નોેટિફિકેશન અનુસાર દિલ્હી અને મુંબઇમાં એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૮૯૯.૫૦ રૂપિયા થયો છે. જ્યારે કોલકાતામાં એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૯૨૬ રૂપિયા થઇ ગયો છે.

કેન્દ્ર સરકારે દેશના મોટા ભાગના શહેરોમાં એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડી બંધ કરી દીધી છે. પાંચ કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૫૦૨ રૂપિયા થઇ ગયો છે.

જુલાઇથી અત્યાર સુધીમાં ચોથી વખત એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં જુલાઇમાં ૨૫.૫૦ રૂપિયા, ૧૭ ઓગસ્ટે ૨૫ રૂપિયા અને એક સપ્ટેમ્બરે ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

બીજી તરફ આજે એક લિટર પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો છેલ્લા કેટલાક સપ્તાહ પૈકીનો સૌથી વધારે છે.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રાઇસ નોટિફિકેશન અનુસાર દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૨.૯૪ રૂપિયા અને અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૧.૪૨ રૂપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૮.૯૬ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૯.૧૭ રૂપિયા થઇ ગયો છે.

 84 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી