પેટ્રોલ – ડીઝલના વધતા ભાવ અંગે નીતિન પટેલની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ સૌથી ઓછો : નીતિન પટેલ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત અને દેશમાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પત્રકારો સાથે ગુજરાત સરકાર વેટ ઘટાડશે કે નહીં, તે મુદ્દે જવાબ આપ્યો હતો.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, આખા દેશની અંદર પેટ્રોલ અને ડીઝલના જે વેટ છે, તે ગુજરાતમાં સૌથી ઓછો છે. અન્ય રાજ્યો અને શહેરો કરતા ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું છે. વેટ ઓછો હોવાથી પ્રજાને એ બોજો પડવા દીધો નથી. ભારતમાં કુદરતી ઓઇલ મળવાનું પ્રમાણ ઓછું છે. ગઈ કાલે જ માન્ય વડાપ્રધાનએ જે માહિતી જાહેર કરી એ પ્રમાણે 85 ટકા કરતા વધુ ક્રૂડ ઓઇલ આપણે વિદેશતી આયાત કરવું પડે છે. આવા સંજોગોમાં જે પહેલા બેરલની કિંમત 51-52 ડોલર હતી , જે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થયો અને બેરલની કિંમત 60 ડોલરથી પણ વધુ થઈ છે. એટલે સ્વાભાવિક છે કે એની કિંમતમાં વધારો થયો છે.

તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાની મહામારીમાં સરકારોની આવક આખા દેશમાં ઘડી ગઈ છે. પછી ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય. ખૂબ મોટો જે ખર્ચો થયો એને ધ્યાનમાં રાખી માન્ય વડાપ્રધાનએ આ બજેટમાં નિર્મલા સિતારમણજીએ ખેડૂતોને મદદરૂપ થવા જે સેસ નાંખી છે, એમાં પેટ્રોલ-ડિજલ પર આવે છે. પણ સામે ભારત સરકારે પેટ્રોલ-ડિજલ પરની એક્સાઇઝમાં ઘટાડો કરી દીધો છે. એટલે પ્રજા ઉપર સીધો એક્સાઇઝનો બોજો આવ્યો નથી. એટલે હું ચોક્કસ કહી શકું છું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ક્રૂડના ભાવ વધ્યા એના કારણે પેરલલ ભાવ વધ્યા છે. આપણે આશા રાખીએ કે ક્રૂડ ઓઇલનો ભાવ દુનિયામાં ઝડપથી ઘટે.

આમ, તેમણે સરકાર પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડવાની નથી, તેવા સંકેતો આપ્યા છે. જેને કારણે ગુજરાતીઓને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત હમણા મળે તેવા સંકેતો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. લંડન એક્સપ્રેસમાં બ્રેંટ ક્રૂડનો ભાવ 64 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે. બીજી તરફ સ્થાનિક બજારોમાં આજે સતત 10મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ માં આગ લાગેલી જોવા મળી રહી છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 34 પૈસા પ્રતિ લીટર વધીને 89.88 રૂપિયા પર આવી ગયું. ડીઝલપણ 32 પૈસાના છલાંગ સાથે 80.27 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. હાલમાં લગભગ દરેક શહેરમાં બંને ઇંધણોના ભાવ ઓલ ટાઇમ હાઇ પર ચાલી રહ્યા છે.

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર