નવા પેટ્રોલિયમ મંત્રીના સ્વાગત બાદ પેટ્રોલના ભાવમાં વધારો

દેશમાં નહિ ઘટે ઇંધણના દામ, પેટ્રોલ 16 રાજ્યમાં 100 રૂપિયાને પાર

દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે ફરી વધારો ઝીંકવામાં આવ્યો છે જેને પગલે મોંઘવારીનો માર સહન કરી રહેલા આમ નાગરિકોની મુશ્કેલી વધી ગઇ છે. આજે પેટ્રોલ 35 પૈસા મોંઘું થયું છે જયારે ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટરે ૯ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100.56 રૂપિયા પર પહોંચી ગયો છે જયારે ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતમાં અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 97.35 અને ડીઝલ 96.48ના ભાવે વેચાઈ રહ્યું છે. નોંધનીય છે કે, ગઈકાલે નવી કેબિનેટ બન્યા હવે હરદીપ પુરીને પેટ્રોલિયમ મંત્રાલય સોંપાયું છે. નવા મંત્રીના આગમનની સાથે જ આજે પેટ્રોલના ભાવમાં ફરી મોટો વધારો જોવા મળ્યો છે.

આજે જુલાઈ મહિનામાં પેટ્રોલની કિંમતમાં પાંચમી વખત વધારો થયો છે જ્યારે ત્રીજી વખત ડીઝલ મોંઘુ થયું છે. આ પહેલા જૂન મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 16 વાર વધારો કરવામાં આવ્યો હતો. મે 2021 માં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 16 વખત વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 5 રાજ્યોની ચૂંટણી વચ્ચે સતત 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો પરંતુ ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલ 10.16 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 8.89 કિંમત વધી છે.

જે રાજ્યોમાં પેટ્રોલની કિમત ૧૦૦ રૂપિયાને પાર જતી રહી છે તેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, કેરળ, બિહાર, પંજાબ, લદ્દાખ, સિક્કીમ, પુડ્ડુચેરીનો સમાવેશ થાય છે. ડીઝલની કિમત પણ કેટલાક રાજ્યોમાં ૧૦૦ રૂપિયાને પાર જતી રહી છે જેમાં રાજસ્થાન, ઓડિશા, મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.

ઇંધણના ભાવમાં રાહતની આશા નહિવત
બીજી બાજુ હાલના અસંજોગોમાં ઇંધણના ભાવમાં રાહત મળવાની આશા ઓછી દેખાઈ રહી છે. ક્રૂડ ઉત્પાદન અંગે ઓપેક દેશોની બેઠકમાં કોઈ સર્વસંમતિ નથી. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.જેની અસરના ભાગરૂપે સ્થાનિક બજારમાં ભાવ વધારો ચાલુ રહેવાની ધારણા છે.

 73 ,  1