ગુજરાતમાં પણ પેટ્રોલ 100 રૂપિયાની સપાટી વટાવશે?

પેટ્રોલમાં 35 પૈસાનો વઘારો, ડીઝલના ભાવ સ્થિર

દેશમાં કોરોના મહામારી અને મોંઘવારી વચ્ચે ચૂંટણી પછી પેટ્રોલના ભાવ પ્રજાને ભડકે બાળી રહ્યા છે જેને પગલે ઈંઘણના ભાવ ઓલટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયા છે. આજે ફરી પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓ આજે પેટ્રોલના ભાવમાં 35 પૈસા વધાર્યા છે જ્યારે ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. જેશની રાજ્ધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 99.86 જ્યારે ડીઝલના ભાવ 89.36 રુપિયા પ્રતિ લિટર છે.

રવિવારે પેટ્રોલના ભાવમાં34 પૈસા અને ડીઝલમાં 18 પૈસાનો વધારો થયો છે. પ્રતિદિન વધતા જતા ભાવથી સામાન્ય પ્રજા પરેશાન થઈ ગઈ છે.

ભારતની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 99.86 રૂપિયા થયો છે જ્યારે મુંબઇમાં 105.92 રૂપિયા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિદિન સવારે છ વાગ્યે બદલાય છે. આ બન્ને ઇંધણમાં એક્સાઇઝ ડયુટી, ડીલર કમિશન અને અન્ય વેરાને જોડવામાં આવ્યા પછી તેની ભાવ લગભગ બમણી થઇ જાય છે.

દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, જમ્મુ-કાશ્મિર, તામિલનાડુ, લદાખ, બિહાર અને ઓડિસામાં પેટ્રોલનો ભાવ લીટરે 100 રૂપિયા કરતાં પણ વધી ગયો છે. હવે દિલ્હી પણ એ જ માર્ગે છે. ભાવ નિયંત્રણ નહીં થાય તો થોડાં દિવસોમાં ગુજરાતમાં પણ પેટ્રોલ 100 રૂપિયે મળશે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમાપ્ત થયા પછી છેલ્લા બે માસમાં પેટ્રોલના ભાવમાં 34 વખત અને ડીઝલના ભાવ 33 વખત વધ્યાં છે. જંગી એક્સાઇઝ ડયુટી અને વેલ્યુ એડેડ ટેક્સના કારણે 11 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને ક્રોસ કરી ગયો છે અને હવે ગુજરાતનો પણ તેમાં સમાવેશ થાય તેવા એંધાણ છે. ઇંધણના ભાવવધારામાં મબલખ આવક મળતી હોવાથી કેન્દ્ર કે રાજ્ય સરકાર લોકોની યાતના ઓછી કરવા તૈયાર નથી. એનડીએની સરકારમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે પેટ્રોલ કરતાં ડીઝલની કિંમત વધારે જોવા મળી છે.

 55 ,  1