પી.જી.મેડિકલ પ્રવેશ માટે આજથી ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થશે

પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ એટલે કે પી.જી.મેડિકલમાં પ્રવેશ માટે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થઇ ગઇ. જેમાં વિદ્યાર્થીઓ છેલ્લી તારીખ 2 એપ્રિલ સુધી ચોઇસ આપી શકશે. જેના આધારે તારીખ 5મીએ સવારે ૧૦ વાગે વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરાશે. પી.જી.મેડિકલની અંદાજે 1500થી વધારે બેઠકો પર પ્રવેશ માટે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. આજે પ્રવેશ સમિતિ દ્વારા સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કરાયો છે.

જે પ્રમાણે તા.30થી 2 એપ્રિલ વચ્ચે ચોઇસ ફિલિંગ અને તા.2જીએ ચોઇસ ફિલિંગ ડિસ્પ્લે કરાશે. તા.5મી એપ્રિલે કોલેજની ફાળવણી કરી દેવાશે. જેના આધારે વિદ્યાર્થીઓે તા.5મીથી લઇને 11મી સુધી ખાનગી બેંક અથવા ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે.

 66 ,  3