કમોસમી વરસાદને કારણે લોકરક્ષક દળની શારીરિક કસોટી મોકૂફ

કુલ 6 જગ્યાએથી પોલીસ શારીરિક કસોટીને કરાઇ મોકૂફ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા માવઠાના કારણે પોલીસ ભરતી માટે તૈયારી કરનારા યુવાઓને વધુ એક ફટકો પડ્યો છે. આગામી ત્રણ અને ચાર ડિસેમ્બરે યોજાનારી પોલીસ ભરતી માટેની શારીરિક કસોટીને મોકૂફ કરાઇ છે. પોલીસ ભરતી વડા અનુસાર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદમાં શારીરિક કસોટીને મોકૂફ કરવામાં આવી છે.

વરસાદને કારણે આજ સવારથી જ ઉમેદવારોના મનમાં અનેક સવાલો સળવળી રહ્યા હતા. તેવામાં આજે ઉચ્ચ પોલીસ અધિકારીએ વરસાદ બાદની સ્થિતિને સમીક્ષા કર્યા બાદ ટ્વીટ કરીને બે ગ્રાઉન્ડની તા.૩ અને તા.૪ ની શારીરિક કસોટીઓ રદ કરાઇ હોવાનું ટ્વીટ કરતા જ ઉમેદવારો મુંઝવણમાં મૂકાયા હતા.

હવે આ તારીખના ઉમેદવારોની શારીરિક કસોટી ક્યાં અને ક્યારે લેવાશે ? તે પ્રશ્ન ચર્ચામાં રહ્યો હતો. જોકે હાલ પુરતી આ બંને દિવસની રદ કસોટીઓની નવી તારીખો જાહેર કરાઇ નથી. જે આગામી દિવસમાં જાહેર થશે.

નોંધપાત્ર છેકે અમદાવાદમાં રહેતા ઉમેદવારોની શારીરિક કસોટી માટે ગુજરાતભરના ગ્રાઉન્ડો ફાળવાયા છે. રાજકોટ, ભરૂચ તથા ગાંધીનગરના મેદાનમાં મહિલાઓની પરીક્ષા લેવાનારી છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી