તૈયારી શરૂ કરી દો… ટૂંક સમયમાં LRD ભરતીની જાહેરાત બહાર પડશે

નવેમ્બરમાં શારીરિક કસોટી થવાની શક્યતા, બોર્ડના અધ્યક્ષે કર્યુ ટ્વિટ

રાજ્યમાં અનેક ઉમેદવારે કાગડોળે સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે તેમના માટે આઇપીએસ અધિકારીએ ટ્વીટ કરી ખુશીના સમાચાર આપ્યા છે. તાજેતરમાં જ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ પદે IPS હસમુખ પટેલ (IPS Hasmukh Patel) ની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ગુજરાત (Gujarat) માં 10,988 પોલીસની ભરતીને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ટૂંક સમયમાં ભરતીની જાહેરાત થશે.

આ ઉપરાંત અનેક યુવા ઉમેદવારો સોશિયલ મીડિયાના માધ્યમથી એલઆરડી (Gujarat Lokrakshak Dal recruitment) ની ભરતીની જાહેરાત ક્યારે આવશે તેને લઇને પ્રશ્નો કરી રહ્યા હતા. ત્યારે આઇપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ભરતી યોજાશે. જેને લઇને ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આઈપીએસ હસમુખ પટેલે આજે એક ટ્વીટ કરીને લખ્યું છે કે, “લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે ત્યારે સૌને જાણ થાય તે માટે પૂરતી પ્રસિદ્ધિ આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે.

 151 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી