ઉઠાવો ફોન…. તૂટેલા રોડના ફોટા પાડી મંત્રીને કરો વ્હોટ્સએપ

1લી તારીખથી નવી સરકારનું ‘માર્ગ મરામત મહાઅભિયાન’

ગુજરાતમાં રૂપાણી સરકારની વિદાય થઈ છે અને ભૂપેન્દ્ર દાદાની નવી સરકાર બની છે. સરકાર બનતા જ એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. એટલું જ નહીં તમામ નવા મંત્રીઓ પણ પોત પોતાના ખાતે ફાળવાયેલા મંત્રાલયોમાં સારામાં સારા કામ થાય તે દિશામાં કામ કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેના પગલે શહેરથી માંડીને ગામડાના રસ્તા બિસ્માર હાલતમાં થઈ જતા લોકોના ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.

આવતા સપ્તાહથી ગુજરાત સરકારે માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ગુજરાત ભરમાં 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે જેમાં નાના રસ્તાથી માડી હાઇવે પર વરસાદને કારણે પેલા ખાડાઓને થિગડા મારવામાં આવશે એટલે કે મોટા પાયે રિપેરિંગ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવો નુસખો અપનાવવામાં આવ્યો છે. જેમાં ઓનાલાઈન તમારી આપપાસના ખરાબ રસ્તા જે રીપેર કરવા લાયક હોય તો તેની વિગતો સરકારે આપેલા વોટ્સએપ નંબર પરથી જાણી વિભાગે બહાર પાડેલા ઈમેલ એડ્રેસ પર માગેલી તમામ વિગતો સાચી ફોટા સાથે ભરવાની રહેશે. જેથી આવતા સપ્તાહમાં 1 થી 10 તારીખની વચ્ચે રોડ રીપેર થઈ જાય.

માર્ગની મરામત માટે વોટ્સએપ નંબર દ્વારા જાણ કરી શકાશે, જે માટે 99784 03669 વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તમારૂ નામ,મોબાઇલનંબર મોકલવાનો રહેશે. મરામતવાળી જગ્યાનું પુરૂ સરનામું આપો, ગામનું નામ,તાલુકો અને જિલ્લાનું નામ આપો, પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલો સાથે જ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ એ પણ અપીલ કરી છે કે માત્ર વોટ્સએપ દ્વારા જ વિગત આપો અથવા તા-1થી 10 ઓક્ટોબર 2021 સુધી ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડા કે મરામત નો પશ્ન હોયતો ,http://shorturl.at/gkwzR અથવા ઈમેલ ઉપર કરવા માટે [email protected] પર જઈ તમારે વિગતો ઓનલાઇન ભરવાની રહેશે

 142 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી