જો આ દેવી દેવતાની તસવીર ઘરમાં હશે તો દાંપત્ય જીવનમાં આવશે મધુરતા

ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની તસ્વીર ઈશ્વર અને ભક્તિની પ્રતિક છે. આ પ્રેમ, ભાવના અને સમર્પણની સૂચક છે. તેથી પ્રેમ-ભાવમાં ડૂબી શ્રીકૃષ્ણ-રાધાની તસ્વીર ઘરમાં લગાવવાથી દાંપત્ય સંબંધોમાં મધુરતા આવે છે નીરસતાનો અંત આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ ભારતીય જનમાનસની વચ્ચે કર્મની સાથે જ પ્રેમ અને આનંદની પ્રતિમૂર્તિ માનવામાં આવે છે. તેથી વાંસળી વગાડતા ભગવાન શ્રીકૃષ્ણની રાધાની સાથે મૂર્તિને જો ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લગાવવામાં આવે તો દાંપત્યજીવન સુમધુર બને છે. પતિ- પત્ની વચ્ચે પ્રેમ વધે છે.

આ તસવીરોમાં કટેલીક વિશેષતા પણ હોવી જોઈએ. જેમ કે રાધા અને કૃષ્ણ કોઈ બગીચામાં ઉભા હોય અને તેમની આસપાસ તસવીરમાં મોર પણ હોય. આ પ્રકારે શ્રીકૃષ્ણના મુકૂટના મોરપંખ સુખ અને સમૃદ્ધિની સૂચક છે. જેનો સકારાત્મક પ્રભાવ ઘર-પરિવારમાં ખુશીઓ લાવે છે.

આ પ્રકારે ભગવાન શ્રીકૃષ્ણની તસ્વીર કર્મ માટે જ પ્રેરિત નથી કરતી પણ દાંપત્ય જીવનમાં સ્નેહ અને પ્રેમની ભાવનાને ઉત્પન્ન કરે છે. તો રાધાજીની તસવીર સમર્પણની ભાવના જગાવે છે.

 112 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી