યાત્રાધામ :શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ

શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવ માટે અનોખો ઉત્સવ જોવા મળી રહ્યો છે. કાળિયા ઠાકોરના મંદિરને રોશનીથી શણગારવામાં આવશે.તેમજ ગુજરાતમાં અફઘાનિ આંતકી ઘૂસ્યો હોવાના આઇ.બી. રિપોર્ટ પછી શામળાજી મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. અરવલ્લી તેમજ શામળાજી પંથકમાં સારા વરસાદ પછી ગિરીકંદરાઓ લીલીછમ વનરાજથી સુશોભિત બની ગઇ છે જેના કારણે મંદિર પણ હવે વધુ નયનરમ્ય લાગી રહ્યું છે જન્માષ્ટમીના દિવસે રાત્રે ૧:૧૫ કલાક સુધી મંદિર ખુલ્લુ રહેશે.

કાળીયા ઠાકોરના મંદિરને આસોપાલવ, અંબાના તોરણથી શણગારવામાં આવશે. બપોરના સમયે વરઘોડો સાથે મટકી ફોડના કાર્યકમ્ અને રાત્રે ભજન- કીર્તન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શામળાજી વિષ્ણુ મંદિરને રોશનીથી શણગારવામાં આવશે તેનો નજારો જોવા માટે પણ ભક્તોમાં અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી