અમદાવાદ : કોર્પોરેશનમાં ફરજ બજાવતા PI લાંચ લેતા ઝડપાયા

રખડતી ગાય ન પકડવા હપતા અને દિવાળી બોનસ પેટે રૂ. 10 હજારની લાંચ લેતાં ઝડપાયા

અમદાવાદ ACBની ટીમે કોર્પોરેશન ખાતે  ગાય અંકુશ વિભાગમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા એફ.એમ કુરેશીને રૂ. 10 હજારની લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડ્યા છે. ગાયો નહિ પકડવાના હપતા અને દિવાળી બોનસ પેટે ફરિયાદી પાસે રૂ. 20 હજારની લાંચ માગી હતી, જેથી એસીબીએ એરપોર્ટ સર્કલ પાસે આવેલી એરપોર્ટ ઇનવન હોટલના ટેરેસ ઉપર ટ્રેપ ગોઠવી અને પીઆઇ કુરેશીને લાંચ લેતાં ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતભરમાં રખડતા ઢોરોનો ત્રાસ છે. અમદાવાદમાં પણ ઢોરોનો આતંક છવાયેલો છે. અહી રોડ પર ઢોર અડીંગો જમાવીને બેસેલા હોય છે. આ ઢોરને ગમે ત્યારે પકડી લેવામાં આવે છે અને છોડી દેવાય છે. તો કેટલાક માલિકોના પ્રાણીઓને પકડવામાં આવતા નથી. કોર્પોરેશનનું CNCD વિભાગ કામગીરી કરતું નથી તેવા અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે હવે પુરાવા પણ સામે આવી રહ્યાં છે. માત્ર નામની કામગીરી બતાવવા કેટલીક ગાયો પકડી લે છે. ગાયો નહિ પકડવા માટે ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોય છે. આવી સમસ્યાઓ વારંવાર ઉઠે છે છતા કોઈ નિવેડો આવતો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા પીઆઈ એફએમ કુરેશી લાંચ લેતા પકડાયા છે. ગાયો ન પકડવા માટે તેઓ લાંચ પેટે દર મહિને 10000 રૂપિયાની માંગણી કરે છે. જો ન આપે તો કેસ કરવાની ધમકી આપે છે. 

ઢોર ન પકડવા માટે કુરેશી હપ્તા બાઁધ્યા હતા. ત્યારે આ મામલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકુ ગોઠવીને કુરેશીને લાંચ લેતા પકડી પાડ્યા છે. સાંજે એસીબી દ્વારા છટકાનુ આયોજન કરાયુ હતુબં, જેમાં એરપોર્ટ સર્કલ પાસે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. 

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી