B.K. : ભાદરવી પૂનમના મેળા માટે ST બસ દ્વારા તૈયાર કરાયો એકશન પ્લાન

યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ ૮ થી ૧૪ સપ્ટેબર દરમિયાન ભાદરવી પૂનમનો મહાકુંભ ભરાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રાએ ઊમટી પડશે.ગબ્બર ત્રણ રસ્તા અને આરટીઓ ત્રણ રસ્તા-ડીસા, પાલનપુર, સિદ્ધપુર, થરાદ, દિયોદર, રાધનપુર જવા માટે બસ મળશે. GMDC મેદાન-અમદાવાદ અને સાબરકાંઠા, ગોધરા, ન‌િડયાદ જવા માટે બસ મળશે. કૈલાસ ટેકરી સામેના મેદાનમાંથી મહેસાણા જવા માટે બસ મળશે.
અમદાવાદ, પાલનપુર, મહેસાણા અને હિંમતનગરથી ૧ર૦૦થી વધુ સ્પેશિયલ બસ દોડાવવામાં આવશે. અમદાવાદમાંથી રપ૦ બસ દોડાવાશે. તમામ બસ નવી મૂકવામાં આવશે અને તમામ બસનું જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવશે, સાથે-સાથે મુસાફરોની સુરક્ષાને ખાસ ધ્યાનમાં રાખીને કોઈ પણ બસ ઓવરલોડ ન જાય તેનું પણ ધ્યાન રખાશે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી