ચૂંટણીની મોસમમાં કલાકના 4 લાખના દરે વિમાનો ભાડે કરાયા…

લોકસભાની ચૂંટણીઓ સાત તબક્કામાં યોજાવાની છે. રાત ટૂંકી અને વેશ ઝાઝાની જેમ ભાજપ કોંગ્રેસના નેતાઓને ભારત આખાનું ભ્રમણ કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

એક દિવસમાં મહત્તમ રેલીઓ કવર કરી શકાય એ માટે ભાજપે 20 હેલીકોપ્ટર અને 12 બીઝનેસ જેટ વિમાન ભાડે કર્યા છે. કોંગ્રેસ પણ એમાં પાછળ નથી. કોંગ્રેસે 10 હેલીકોપ્ટર અને 4 બીઝનેસ જેટ વિમાન ભાડે રાખ્યા છે.

એ જ રીતે દક્ષિણ ભારતમાં TDP અને TRS પાર્ટીએ એક બીઝનેસ જેટ અને બે-બે હેલીકોપ્ટર ભાડે રાખ્યા છે. જેનું ભાડું કલાકના 4 લાખ રૂપિયા છે જયારે હેલીકોપ્ટરનું ભાડું કલાકના 2.80 લાખ રૂપિયા છે.

એક રીતે કહીએ તો ચૂંટણીની મોશમમાં ભારતના આકાશમાં એર ઇન્ડિયા અને ખાનગી એરલાઈન કંપનીઓના વિમાનોની સાથે હવે રાજકીય નેતાઓના ભાડે રાખેલા વિમાનો પણ જોવા મળશે.

 40 ,  3