મહારાણા પ્રતાપ ફાઉન્ડેશન સાબરકાંઠા – અરવલ્લી દ્વારા બિન અનામતની શિબિરનું આયોજન..

મહારાણા પ્રતાપ ફાઉન્ડેશન સાબરકાંઠા – અરવલ્લી દ્વારા બિન અનામતની શિબિરનું આયોજન હિમતનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજપૂત સમાજને આર્થિક અને રોજગાર લક્ષી ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં રાજપૂત સમાજના દરેક ભાઈ અને વિધવા બહેનોને આર્થિક લાભ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન કરણસિંહ ચાવડા,ડીરેક્ટર બિન અનામત આયોગ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈ ઓ અને અન્ય સમાજના ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બીન અનામત નિગમના સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા મેનેજર એમ.એમ.અગ્રવાલ , ઉપસ્થિત રહ્યા હતા.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી